Ahmedabad News/ અમદાવાદ : 15 વર્ષની સગીરા સાથે સાવકા પિતાએ કર્યા અડપલા

દિકરીની એકલતાનો લાભ લઈને સાવકા પિતાએ તેની છેડતી કરી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં સાવકા પિતાએ સગીરા સાથે અડપલા કરતા ચકચાર મચી છે. જેને પગલે સાવકા રિતા સામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ દિકરી વકેશન મનાવવા માટે પિતાના ઘરે આવી હતી. પરંતુ દિકરીની એકલતાનો લાભ લઈને સાવકા પિતાએ તેની છેડતી કરી હતી.

બીજીતરફ સગીરાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. દરમિયાન દાદીએ આ અંગે સગીરાની પુછપરછ કરતા તેણે પિતાના હેવાનીયત કૃત્ય અંગે જાણ કરી હતી. ગત વર્ષે પણ સાવકા પિતાએ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યૃ હોવાનું બહાર આવ્યું છે.

તે સિવાય અવાર નવાર પિતા દ્વારા સગીરાને એકલતામાં અડપલા કરાતા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાએ દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો: જામનગરમાં ઠેર-ઠેર ડિમોલિશન, અતિક્રમણ પર ત્રાટકી સરકાર

આ પણ વાંચો: ચંડોળા તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો