Jamnagar News: ગુજરાતમાં સરકારી જમીન પર ઠેર-ઠેર થયેલા બે અતિક્રમણ પર સરકાર ત્રાટકી છે. અમદાવાદમાં સૌથી મોટી ગેરકાયદે વસાહત ચંડોળા તળાવને (Chandola Talav) સરકાર અતિક્રમણથી મુક્ત કરાવી રહી છે. બીજી બાજુએ જામનગરમાં પણ સરકારે અતિક્રમણો (Encroachment) દૂર કરવાની કવાયત હાથ ધરી છે.
જામનગર મહાનગરપાલિકાએ (JMC) રિવરફ્રન્ટ (Riverfront) પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ માટે કાલાવડથી લઈને નાગેશ્વર વિસ્તાર સુધીના નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપે મેગા ડિમોલિશન (Demolition) હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં આ પહેલા આવું ડિમોલિશન ક્યારેય હાથ ધરવામાં આવ્યું નથી.
તંત્ર દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલા 116 દુકાનો અને મકાનોના દબાણો દૂર કરીને કુલ 50 હજાર ચોરસ ફૂટની જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામમાં જામનગર મહાનગરપાલિકાનો 200થી વધુનો સ્ટાફ જોડાયેલો છે. તેની સાથે સિટી પોલીસ ડિવિઝનની એક કુમક ખડેપગે રાખવામાં આવી છે. તેમા મહિલા પોલીસને પણ રાખવામાં આવી છે.
જામનગરમાં કાલાવડ નાકાની (Kalavad) બહાર રંગમતી નદીના (Rangmati River) પટનો વિસ્તાર, જેમા અલગ-અલગ ત્રણ વિસ્તારો છે. આ વિસ્તારોમાં મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાક, મકાન અને દુકાનો ખડકી દેવામાં આવ્યા હતા. નદીના પટના વિસ્તારમાં પણ ગેરકાયદેસરના 50થી 60 મકાનો ખડકાયેલા હતા. આ બધાને અગાઉ નોટિસ પાઠવી દેવાઈ હતી અને જગ્યા ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. તેના પછી આજે સવારે ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આખી ડિમોલિશન પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે, 12 જેસીબી મશીનો, જેમાં 3 હિટાચી મશીનો, ટ્રેક્ટર, ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને સવારથી ડોનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિવિઝનનો PI ચાવડાની આગેવાની હેઠળ એક મોટો પોલીસ કાફલો આ કાર્જોયવાહીમાં જોડાયો છે, જેમાં મહિલા પોલીસની મોટી ટીમને પણ મોટી ટીમમાં રાખવામાં આવી છે.
જામનગર મહા પાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સહાયક કમિશનર ભવેશે જાની, નિયંત્રિત અધિકારી મુકેશ વર્નાવા અને એસ્ટેટ શાખા ટીમ, ટી.પી.ઓ. શાખા ટીમ, ફાયર વિભાગની ટીમ, ફાયર વિભાગની ટીમ, વગેરેના માર્ગદર્શન હેઠળ 200 થી વધુ કર્મચારીઓ આજની મેગા ડિમોલિશનમાં જોડાયા હતા અને ત્રણ અલગ ટીમો રચાઈ હતી.
આ પણ વાંચો: જામનગરમાં 24 મીટર ડી પી રોડની કામગીરીને લઈ મેગા ડિમોલિશન
આ પણ વાંચો: મેગા ડિમોલિશનઃ 52 કરોડની કિંમતની 1.25 લાખ ફૂટ જગ્યા અને 10.5 હજાર ચોરસ મીટર ધાર્મિક સ્થળના દબાણો દૂર કરાયા
આ પણ વાંચો: જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત
