Banaskantha News/ બનાસકાંઠા ઠાકોર સમાજ વિવાદમાં ગબ્બર ઠાકોરે માફી માંગવાની તૈયારી, ડીજે મુદ્દે સમાજમાં મતભેદ

બનાસકાંઠા (Banaskantha) ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલ બંધારણને તોડવા મામલે ગબ્બર ઠાકોરે પાટણમાં ઠાકોર સમાજની બંધારણની સભામાં માફી માંગવાની વાત કરી હતી. જે બાદ સમગ્ર મામલો હાલ શાંત પડ્યો છે.

Gujarat Others
Banaskantha news

બનાસકાંઠામાં (Banaskantha) ઠાકોર સમાજના બંધારણ ભંગના વિવાદ બાદ ગાયક ગબ્બર ઠાકોરે સમાજ સમક્ષ માફી માંગવાની તૈયારી વ્યક્ત કરી છે. ગબ્બર ઠાકોરે જણાવ્યું કે સમાજ સાથે કોઈ વિવાદ રહે તે તેમને મંજૂર નથી અને બધા સાથે મળીને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે.

ગબ્બરે કહ્યું કે સમાજમાં ડીજે વગાડવા મુદ્દે અલગ-અલગ મત છે. કેટલાક આગેવાનો ડીજે વગાડવાનો વિરોધ કરે છે જ્યારે કેટલાક તેના સમર્થનમાં છે. તેમણે ખર્ચની વાત કરતા જણાવ્યું કે ડીજેનો ખર્ચ 5-6 હજાર જેટલો આવે છે જ્યારે શરણાઈ માટે 15 હજાર જેટલો ખર્ચ થાય છે. “સમાજની માફી માંગવામાં મને કોઈ સંકોચ નથી,” એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે જો દંડ લાગુ પડે તો જેના ઘરે લગ્ન થયા હતા તેને નાત બહાર કરવામાં આવશે, જે યોગ્ય નથી. તેમણે પોતાની સાથે થયેલી કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે “મારી સાથે ખોટું થયું છે, કેટલી મિટિંગો કરશો? જે થયું તે સારા માટે અને આગળ જે થશે તે પણ સારા માટે થશે.”

Banaskantha: વિવાદ હાલ શાંત, આગેવાનો ચર્ચામાં

સમાજના આગેવાન ચંદનજી ઠાકોરે જણાવ્યું કે હાલ પૂરતો વિવાદ શાંત થયો છે. તાજેતરમાં કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં બંનેએ પોતાની ભૂલ સ્વીકારી હતી. હવે જાબડિયા ગામના આગેવાનોના નિર્ણય પ્રમાણે આગળની કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે બંધારણમાં ફેરફાર અંગે સૂચનો આવ્યા છે, પરંતુ હાલ એક વર્ષ સુધી તે યથાવત રહેશે અને જરૂર પડશે તો 4 જાન્યુઆરી 2027ના બંધારણ દિવસે સુધારા કરવામાં આવશે.

gabbar thakor
gabbar thakor

Banaskantha:ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો નિવેદન

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું કે જો બંને કલાકાર સમાજ સમક્ષ માફી માંગે તો તેમને માફ કરવા સમાજ તૈયાર છે. તેમણે કહ્યું કે બંને સમાજના દીકરા છે અને ભૂલ દરેકથી થઈ શકે છે. તેમણે નાત બહાર કરવાની સજાની સમીક્ષા કરવાની પણ વાત કરી અને આગામી દસ દિવસમાં ડીજે અને રાસગરબા મુદ્દે ચર્ચા કરવાની જાહેરાત કરી. બીજી તરફ, આગેવાન લેબજી ઠાકોરે ડીજે પર પ્રતિબંધ યથાવત રાખવાનો સમર્થન વ્યક્ત કર્યો.

 નાત બહાર કરવાની કડક કાર્યવાહી

જાબડિયા ગામમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ બંને દ્વારા વારંવાર સમાજની પરંપરા અને નિયમોનું ઉલ્લંઘન થયું હોવાથી કડક પગલું લેવામાં આવ્યું છે.સમાજે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ બંનેને સહકાર આપશે તો તેને પણ દોષિત માનવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ બંનેને અનફોલો કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી સમાજના નિર્ણયનું સંપૂર્ણ પાલન થાય.સમાજના વડીલોએ જણાવ્યું કે આ પ્રકારના કડક નિર્ણયનો હેતુ સમાજમાં શિસ્ત, એકતા અને ગૌરવ જાળવવાનો છે.

 બંધારણ ભંગનો મુદ્દો કેવી રીતે ઉભો થયો

થોડા દિવસ પહેલા ઠાકોર સમાજ દ્વારા મોટું સંમેલન યોજીને બંધારણ બનાવવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, વ્યસન મુક્તિ અને લગ્નમાં ખોટ ખર્ચ અટકાવવા નિયમો ઘડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે મોટા ડીજે સાથે વરઘોડો કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ નિયમનું ઉલ્લંઘન થતાં અર્જુન ઠાકોર ડીજે સાથે વરઘોડો કાઢતા વિડિયો વાયરલ થયો હતો, જે બાદ વિવાદ ઉભો થયો.


આ પણ વાંચો:ઠાકોર સમાજમાં મોટો વિવાદ ડીજે મુદ્દે વિક્રમ ઠાકોર સામે પડકાર

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજનો વિવાદ ચરમસીમાએ

આ પણ વાંચો:ડીજેને લઈને ઠાકોર સમાજમાં વિભાજનઃ વિક્રમ ઠાકોર અને ગેનીબેન સામસામે