Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પરથી 30 કરોડનું હેરોઈન ઝડપાયું, એકની ધરપકડ

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર કરોડોના હેરોઈન સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, કોને આ જથ્થો આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad
અમદાવાદના (Ahmedabad)સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ 6 કિલોથી વધુ હેરોઈન સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે, જેની અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 30 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે.

કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે કુઆલાલંપુરથી એર એશિયા ફ્લાઇટ AK-91 દ્વારા આવેલા એક મુસાફરને રોકવામાં આવ્યો હતો. તેનો સામાન તપાસતા 29 પેકેટમાં છુપાવેલું શંકાસ્પદ માદક દ્રવ્ય મળી આવ્યું હતું. આ ડ્રગ્સને કુદરતી અને હર્બલ સાબુ જેવા દેખાતા બોક્સમાં ખૂબ કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. એક્સ-રે તપાસથી બચવા માટે આ પેકેટને ચાંદીના વરખ અને કાર્બન પેપરથી લપેટવામાં આવ્યા હતા.

Ahmedabad airport
Ahmedabad airport

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર કાર્યવાહી

તપાસ દરમિયાન કુલ 26 સાબુ જેવા પેકેટ અને ત્રણ સફેદ પરબીડિયામાં છુપાવેલા અંદાજે 6.8 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ધરપકડ કરાયેલ મુસાફર ચેન્નાઈનો હોવાનું સામે આવ્યું છે. તેણે જણાવ્યું કે ચેન્નાઈના એક વ્યક્તિએ તેને આ સામગ્રી આપી હતી અને અમદાવાદ (Ahmedabad)એરપોર્ટ પર કોઈને સોંપવાની હતી. આ કામ બદલ તેને 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. એરપોર્ટ બહાર માલ લેવા આવેલ વ્યક્તિ મુસાફર પકડાઈ જતા સંપર્કમાં આવી શક્યો ન હતો. હાલ કસ્ટમ્સ વિભાગ મુસાફર પાસેથી મળેલા મોબાઈલના આધારે આગળની તપાસ કરી રહ્યો છે.

સુરત એરપોર્ટ પર પણ કસ્ટમ્સની કાર્યવાહી

આ સિવાય, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ કસ્ટમ્સ વિભાગે અલગ કાર્યવાહી કરી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 દરમિયાન વિમાનની તપાસ દરમિયાન સીટની નીચે સેફ્ટી જેકેટ નજીક છુપાવેલા સાત વેક્યુમ-પેક્ડ પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં આ પેકેટમાં હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો હોવાનું જણાયું છે, જેનું વજન લગભગ 3.75 કિલોગ્રામ હતું. આ ગેરકાયદેસર માલ NDPS એક્ટ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અમદાવાદમાં (Ahmedabad)આ જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ કરાશે


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 96 લાખનું સોનું જપ્ત, અન્ડરવેરમાં પેસ્ટ બનાવી છુપાવ્યું

આ પણ વાંચો:કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ધમકી, શહેરમાં ભયનો માહોલ