Breaking News/ લોકસભા નહીં જાય ઓમ બિરલા! વિપક્ષની નોટિસ બાદ સ્પીકરનો કઠોર નિર્ણય

Om Birla Lok Sabha Decision: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. વિપક્ષની નોટિસ બાદ જ્યાં સુધી ફેંસલો ન આવે ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેવા નહીં જાય.

NATIONAL Top Stories India Breaking News
Om Birla will not attend Lok Sabha

Om Birla will not attend Lok Sabha: ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર લોકસભામાંથી આવી રહ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. વિપક્ષી દળો દ્વારા તેમને પદ પરથી હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ બાદ, ઓમ બિરલાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ નોટિસ પર કોઈ આખરી નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા લોકસભા નહીં જાય.

સ્પીકર Om Birla એ કેમ લીધો આ નિર્ણય?

વિપક્ષી ગઠબંધન દ્વારા બંધારણની કલમ 94(c) હેઠળ સ્પીકરને હટાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં વિપક્ષે સ્પીકર પર પક્ષપાતી રીતે ગૃહનું સંચાલન કરવાનો આક્ષેપ કર્યો છે. આ પરિસ્થિતિમાં નૈતિકતાના ધોરણે અને સંસદીય પરંપરાઓને માન આપીને ઓમ બિરલાએ મહત્વનો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમના વિરુદ્ધની આ નોટિસ પર કોઈ આખરી ફેંસલો ન આવે, ત્યાં સુધી તેઓ સ્પીકરની ખુરશી પર બેસશે નહીં. તટસ્થ તપાસ અને ચર્ચા થઈ શકે તે હેતુથી તેઓ ગૃહની કાર્યવાહીમાં ગેરહાજર રહેશે અને હવે લોકસભાનું સંચાલન પેનલના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવશે.

9 માર્ચના રોજ થઈ શકે છે ચર્ચા

મળતી માહિતી મુજબ, બજેટ સત્રના બીજા ભાગના પ્રથમ દિવસે એટલે કે 9 માર્ચના રોજ વિપક્ષના આ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા થઈ શકે છે. સંસદીય પ્રક્રિયા અને નિયમ મુજબ, સ્પીકરને હટાવવાના આ પ્રસ્તાવને મંજૂરી આપવા માટે ગૃહમાં હાજર સભ્યોમાંથી ઓછામાં ઓછા 50 સાંસદોએ ઊભા થઈને પોતાનું સમર્થન આપવું પડશે. જો આ જરૂરી 50 સાંસદોનું સમર્થન મળી જશે, તો પીઠાસીન અધિકારી દ્વારા આ પ્રસ્તાવ પર ઔપચારિક ચર્ચાની પરવાનગી આપવામાં આવશે. ત્યારબાદ, જો બધું જ યોગ્ય રહેશે તો તે જ દિવસે ઓમ બિરલા વિરુદ્ધના આ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અને ચર્ચાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.

શું છે વિવાદનું મૂળ?

વિપક્ષી દળોએ સ્પીકર પર પક્ષપાતી હોવાનો અને વિપક્ષી નેતાઓને બોલતા અટકાવવાનો આરોપ લગાવીને તેમને પદ પરથી હટાવવાની નોટિસ આપી છે. આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો:PM Modi આજે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

આ પણ વાંચો:PM Modi : ‘અન્નદાતામાંથી ઉર્જાદાતા બનાવવા પ્રયાસ’, આજે ગુજરાતની મુલાકાત પર ખેડૂતોને આપ્યો સંદેશ, ‘અમૂલ’ ડેરી મોડલની કરી પ્રશંસા

આ પણ વાંચો:અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું