નવી દિલ્હી,
ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનામાં રમનારા ડેવિસ કપ અને ફેડરેશન કપ ટુનાર્મેન્ટની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. સોમવારે જાહેર કરાયેલી આ ફેડરેશન કપની ટીમમાં અમદાવાદ શહેરની સ્ટાર ટેનિસ ખેલાડી અંકિતા રૈનાનો સમાવેશ કરાયો છે.
ઇટલી સામે ૧ અને ૨ ફેબ્રુઆરીના રોજ રમાનારા ડેવિસ કપની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ડેવિસ કપમાં ભારતનો મુકાબલો ઇટલી સામે છે. ડેવિસ કપનું આયોજન કલકત્તાના સાઉથ ક્લબ ખાતે કરાયું છે.
All India Tennis Association releases list of players selected for the upcoming Davis Cup and FED Cup. pic.twitter.com/CFiMoy4SWn
— ANI (@ANI) December 31, 2018
આ માટે ભારતીય ટીમમાં આ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.
૧. પ્રજ્નેશ ગનેશ્વરણ
૨. રામકુમાર રામનાથન
૩. સાકેથ મેનીની
૪. રોહન બોપન્ના
૫. ડિવીજ શરણ
૬. શશી કુમાર મુકુન્દ (રિઝર્વ)
જયારે કઝાકિસ્તાનમાં રમાનારા ફેડરેશન કપ માટે પણ ભારતીય ટીમનું એલાન કરાયું છે. એશિયા-ઓશેનિયા ફેડરેશન કપના ગ્રુપ ૧ માટે આ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
૧. અંકિતા રૈના
૨.કામરાન થાંડી
૩. પ્રાન્જ્લા યાદ્લાપલ્લી
૪. રુતુજા ભોસલે
૫. પ્રાર્થના થોમ્બરે
