Gujarat News/ ભવનાથ મહાશિવરાત્રીમાં એસ.ટી. ચલાવશે 7800થી વધુ ટ્રિપો

જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક 80 વધારાની ST બસોનું સંચાલન

Gujarat Others
ST

Gujarat News : આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ (ST)દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ એસ.ટી. (ST)બસમાં 7800 થી વધુ ટ્રીપો દ્વારા3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ 195 વધારાની એસ.ટી. (ST)બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક 80 વધારાની એસ.ટી. (ST)બસોનું સંચાલન કરવામાં આવશે.

એસ.ટી. (ST)બસોનું 24*7 જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ

આંતર-જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની 65 અને અન્ય ડિવિઝનની 50 મળીને કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને સમયપાલન માટે મેળા દરમિયાન તમામ એસ.ટી. (ST)બસોનું 24*7 જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.

એસ.ટી. નિગમ દ્વારા કરવામાં આવેલ આ સુદ્રઢ આયોજનને કારણે શિવભક્તો કોઈપણ અડચણ વગર મહાદેવના દર્શન કરી ભવનાથ મહાશિવરાત્રી મેળાનો આનંદ માણી શકશે.


આ પણ વાંચો : જૂનાગઢ: મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ શાંતિમય વાતાવરણમાં મેળો થયો પૂર્ણ સાધુ સંતોની નીકળી હતી શાહી રવાડી રાત્રે 12 કલાકે ભવનાથ મંદિરમાં આરતી સાધુ સંતોએ કર્યું

આ પણ વાંચો : જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી રહેશે બંધ શિવરાત્રીના મેળામાં નેચર સફારી રહેશે બંધ 14થી18 ફેબ્રુ. સુધી ગિરનાર સફારી રહેશે બંધ વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત

આ પણ વાંચો :જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ, 7 માર્ચથી યોજાવાનો હતો મેળો, કોરોનાના કારણે કલેક્ટરનો નિર્ણય, અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી