THAKOR SAMAJ/ સુરેન્દ્રનગરમાં ઠાકોર સમાજનો વિવાદ ચરમસીમાએ

ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવ્યા બાદ વિવાદ થમવાનો નામ નથી લઈ રહ્યો. ત્યારે સુરેન્દ્રનગરમાં ઠાકોસ સમાજના નેતાઓનો વિવાદ ચરમસીમાએ છે. રમેશ ઠાકોરના આક્ષેપો બાદ હવે અલ્પેશ ઠાકોર મેદાને આવ્યા છે. તો બીજી તરફ રમેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

Gujarat Top Stories Others
Alpesh Thakor

ઠાકોર સમાજના બે અગ્રણીઓનો વિવાદ હવે ખુલ્લા મંચ પર આવી ગયો છે. RKTSના પ્રમુખ રમેશ ઠાકોરે કરેલા ગંભીર આક્ષેપો બાદ અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) સામે જવાબ આપતા સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે.

રમેશ ઠાકોર દ્વારા અલ્પેશ ઠાકોર પર સમાજ સાથે ગદ્દારી કરી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ સમાજમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આ મુદ્દે વિવિધ સ્તરે ચર્ચા શરૂ થઈ હતી. આક્ષેપો સામે અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો હતો અને મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી હતી. અલ્પેશ ઠાકોર 8 ફેબ્રુઆરીના રોજ પાટડી ખાતે વ્યસનમુક્તિ અભિયાન તથા બંધારણ સભાને સંબોધવા આવાના છે. તેમના આ કાર્યક્રમને રમેશ ઠાકોરના આક્ષેપો સામેની જવાબી રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે.

અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)  અને રમેશ ઠાકોર આમને સામને
રમેશ અને અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) બંને નેતાઓ સામ સામે આવી ગયા છે. આ બનાવને લઈને ઠાકોર સમાજમાં તેમજ સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે. આવનારા દિવસોમાં આ વિવાદ કયો વળાંક લેશે તે અંગે સૌની નજર પાટડીના કાર્યક્રમ પર મંડરાયેલી છે.

THAKOR-SAMAJ.

અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)પર કર્યા આકરા પ્રહાર
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વાલેવડા ગામે વાલેવડા ગામે યોજાયેલી બેઠકમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર સામે નિશાન સાધ્યું હતું. તેમને આક્ષેપ કરતા કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને માત્ર કલાકારોના જોરે લોકોની ભીડ એકત્ર કરી રહ્યા છે.


આ પણ વાંચો:અલ્પેશ ઠાકોર 26મી જાન્યુઆરીએ કરશે ક્રાંતિ !

આ પણ વાંચો:સમાજ માટે કંઈ નહીં કરી શકું તો રાજકારણ છોડી દઇશઃ અલ્પેશ ઠાકોર

આ પણ વાંચો:અલ્પેશ ઠાકોર પર ગદ્દારીના આક્ષેપથી ઠાકોર સમાજમાં ખળભળાટ