Gandhinagar News/ સમાજ માટે કંઈ નહીં કરી શકું તો રાજકારણ છોડી દઇશઃ અલ્પેશ ઠાકોર

લ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમના માટે પદ અને પ્રતિષ્ઠા કરતા તેમનો સમાજ હંમેશા ઉપર રહ્યો છે. તેમણે હુંકાર કરતા કહ્યું કે, “જો મારા રાજનીતિમાં રહેવાથી સમાજનું ભલું થતું હોય તો જ હું આ પદ પર રહીશ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
અલ્પેશ ઠાકોર

Gandhinagar News: ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ફરી એકવાર પોતાના આક્રમક તેવર અને સમાજ પ્રત્યેની નિષ્ઠાને કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં આયોજિત ‘અભ્યુદય’ સંમેલનમાં અલ્પેશ ઠાકોરે હજારો સમર્થકોની હાજરીમાં ભાવુક અને મક્કમ સંબોધન કરતા રાજનીતિ છોડવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી.

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરઃ સમાજ સર્વસ્વ, રાજકારણ નહીં

સંમેલનને સંબોધતા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમના માટે પદ અને પ્રતિષ્ઠા કરતા તેમનો સમાજ હંમેશા ઉપર રહ્યો છે. તેમણે હુંકાર કરતા કહ્યું કે, “જો મારા રાજનીતિમાં રહેવાથી સમાજનું ભલું થતું હોય તો જ હું આ પદ પર રહીશ. જે દિવસે મને લાગશે કે હું મારા સમાજને કંઈ આપી શકતો નથી અથવા સમાજનું હિત જોખમાય છે, તે દિવસે હું એક મિનિટનો પણ વિચાર કર્યા વગર રાજનીતિ છોડી દઈશ.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “રાજનીતિ અને સમાજ વચ્ચે જો પસંદગી કરવાની આવશે, તો હું હંમેશા મારા સમાજની જ પસંદગી કરીશ.” તેમનું આ નિવેદન રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

અલ્પેશ ઠાકોર

વિરોધીઓ પર આકરા પ્રહાર

પોતાની રાજકીય સફર અને વિરોધીઓ અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે હૈયાવરાળ ઠાલવી હતી. તેમણે કહ્યું કે, “ઘણા લોકો મને હળવાશથી લેવાનો પ્રયાસ કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે મારી તાકાત મારો સમાજ છે.” તેમણે નામ લીધા વગર પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓ પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ કોઈના દબાણમાં આવ્યા વગર સમાજ ઉત્થાનનું કામ ચાલુ રાખશે.

અલ્પેશ ઠાકોર

યુવાનો ભણે, વ્યસનથી દૂર રહે

‘અભ્યુદય’ સંમેલન મુખ્યત્વે સમાજમાં શિક્ષણ, વ્યસનમુક્તિ અને આર્થિક સશક્તિકરણ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યું હતું. અલ્પેશ ઠાકોરે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સમાજની પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે યુવાનો સંગઠિત અને શિક્ષિત બને.


આ પણ વાંચો: ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરના નિર્વિવાદ નેતૃત્વ સામે નવો પડકાર અભિજિતસિંહ

આ પણ વાંચો: દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાયઃ અલ્પેશ ઠાકોર

આ પણ વાંચો: દરેક પોલીસ કે વહીવટી અધિકારી ઠાકોર સમાજનો કેમ ન હોયઃ અલ્પેશ ઠાકોર