Rajkot News/ રાજકોટમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 17 લાખની કરી છેતરપિંડી

નિશા પેઢડીયા નામની મહિલા સાથે રૂપિયા 17.44 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ(Rajkot)માં શેરબજાર(Stock Market)માં ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી (Fraud) કરાતા ભોગ બનનાર મહિલાએ સાયબર ક્રાઈમ(Cyber Crime)માં ફરિયાદ નોંધાવી છે. નિશા પેઢડીયા નામની મહિલા સાથે રૂપિયા 17.44 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

‘લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ની કહેવત સાચી સાબિત થઈ છે. રાજકોટ શહેરમાં શેરબજારમાં નિશા પેઢડીયા નામની મહિલા સાથે રૂપિયા 17.44 લાખની છેતરપિંડી વલસાડના હરીશ ભાનુશાળીએ કરી હતી. હરીશના ખાતમાં ભોગ બનનાર મહિલાના રૂ. 10.50 લાખ જમા થયા હતા, જેથી ભોગ બનનાર મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વલસાડના હરીશ ભાનુશાળી નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું કે ઝડપાયેલ આરોપીને મુંબઈનો શખ્સ છેતરપિંડી માટે પગાર ચૂકવતો હતો. રાજકોટ પોલીસે મુંબઈના શખ્સને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી

આ પણ વાંચો:પાટણમાં હાઈટેક ટોળકીએ 14 સ્થળોએ છેતરપિંડી આચરતા થઈ ધરપકડ

આ પણ વાંચો:ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંક સાથે 64 કરોડની છેતરપિંડી