Gandhidham News: કચ્છ, ગાંધીધામમાં (Gandhidham) આવેલી ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકની (Co-operative Bank) બ્રાંચમાં 12 જેટલા બિલ્ડરોએ બિલ્ડીંગના બાંધકામને બદલે લોનનો અંગત વપરાશમાં ઉપયોગ કરી લોનની ચૂકવણી ન કરી બેંકને 64 કરોડનો ચૂનો ચોંટાડ્યો હોવાની CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો અમન અને બીજલ મહેતા મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો અમન અને બીજલ મહેતાએ બેંકમાં નકલી દસ્તાવેજો જમા કરી બિઝનેસ લોન લીધી હતી. પરંતુ સમસયર ભરપાઈ કરી નહોતી, જે હેતુ માટે લોન લીધી હતી તેના માટે વપરાઈ નહોતી. અનુસંધાને ધી મહેસાણા અર્બન કો.ઓ. બેંકના લીગલ મેનેજરે સીઆઈડી ક્રાઈમમાં કંપનીના માલિકો સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં ગાંધીધામ, નવસારી, અંજાર, કચ્છમાં રહેતા આરોપીઓ (બીજલ મહેતા અને તેની પત્ની અમન મહેતા ગોદાવરી ફ્લેટ-વાસણા, મનોજ ચૌધરી વર્ષામેડી ગામ, તા. અંજાર, શ્યામજી મયાત્રા અંતરજાળ ગામ, ગાંધીધામ, રમેશ અગ્રવાલ સેક્ટર-૧, ગાંધીધામ, પ્રેમજી પટારિયા ગણેશનગર, ગાંધીધામ, ઉમેશ પટેલ મેઘપર બોરીચી, તુલસીધામ, માધાપર-અંજાર, લક્ષ્મણ મહેશ્વરી સેક્ટર-૬, ગણેશનગર,ગાંધીધામ, યાકુબ રાયમા એકતાનગર,તા. લખપત, જયદીપ પટેલ પટેલવાસ, સતાલિયા ગામ, તા. ચીખલી, નવસારી, શુભમ અગ્રવાલ ગાંધીધામ, નરેન્દ્ર પટેલ સુભાષનગર, ગાંધીધામ સત્યેન્દ્ર મિશ્રા અપનાનગર) સામે ફરિયાદ નોંધી ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી છે. આ બધા આરોપીઓએ ખોટા વેલ્યૂએશન રિપોર્ટ, નકલી બાંધકામના દસ્તાવેજો બેંકમાં રજૂ કર્યા હતા. 2016થી 2023 સુધી નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ! સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી
આ પણ વાંચો:નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન જળબંબાકારથી કાંસની સફાઈના કૌભાંડનો પર્દાફાશ
