Ahmedabad News/ અમદાવાદમાં પત્નીના મિત્ર પર પતિનો હુમલો! દોડાવી-દોડાવી 22થી વધુ દંડા ફટકાર્યા

Danilimda Youth Attack: અમદાવાદના દાણીલીમડામાં પત્ની સાથેની મિત્રતાની અદાવતમાં યુવક પર ચાર શખસોએ હુમલો કર્યો. દોડાવી-દોડાવી દંડાથી માર માર્યાની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Danilimda Youth Attack: 22થી વધુ દંડાના ફટકા અને પછી ધમકી

Ahmedabad News: અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવક પર થયેલા હુમલાનો (Danilimda Youth Attack)  CCTV વીડિયો સામે આવતા સમગ્ર ઘટનાની ગંભીરતા સામે આવી છે. સિકંદર માર્કેટ નજીક 6 ઓક્ટોબરે બનેલી ઘટનામાં ચાર શખસોએ એક યુવકને કારખાનામાંથી બહાર લાવી દોડાવી-દોડાવી લાકડાના દંડાથી માર માર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. સગીરની પણ અટકાયત કરવામાં આવી છે.

Danilimda Youth Attack: જૂની અદાવતને લઈને યુવક પર હુમલો

જમાલપુરના (Jamalpur) નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતો 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલી કારખાનું ચલાવે છે. યાસરની તેના ઘરની સામે રહેતી એક મહિલા સાથે મિત્રતા હતી. આ બાબતની જાણ બંને પરિવારોને થતાં થોડા સમય પહેલાં બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.

સ્થાનિક સમાજના આગેવાનોની સમજાવટ બાદ તે સમયે મામલો શાંત થયો હતો. જોકે, આ ઘટનાની અદાવત હજુ યથાવત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ચાર શખસો દંડા લઈને કારખાને પહોંચ્યા

પોલીસ ફરિયાદ મુજબ મહિલાના પતિ મોઈન સહિત ચાર શખસો યાસરના (Danilimda Attack) કારખાને પહોંચ્યા હતા. આરોપીઓએ કપડાંમાં લાકડાના દંડા સંતાડ્યા હોવાનું જણાવાયું છે. તે સમયે યાસર સાથે તેનો મિત્ર યાસીન પણ કારખાનામાં હાજર હતો.આરોપીઓએ યાસરને કારખાનાની બહાર લાવી તેની સાથે મારામારી શરૂ કરી હતી. ત્યારબાદ રસ્તા પર પણ તેને દંડાથી માર મારવામાં આવ્યો હતો.

અઢી મિનિટ સુધી દોડાવી-દોડાવી માર માર્યો

સામે આવેલા CCTV ફૂટેજમાં (Youth Attack CCTV) યુવકને બચવા માટે દોડતો જોઈ શકાય છે, જ્યારે હુમલાખોરો તેની પાછળ દોડી તેને લાકડાના દંડાથી મારતા જોવા મળે છે. સમગ્ર ઘટનાક્રમ આશરે અઢી મિનિટ સુધી ચાલ્યો હતો.
હુમલા દરમિયાન યુવકના શરીર તેમજ માથાના ભાગે ઈજા થઈ હતી. માથામાં દંડાનો ફટકો વાગ્યા બાદ યાસર નીચે પડી ગયો હતો અને તેને ઈજા થઈ હતી.

આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ ભાગી ગયા

હુમલા દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થવા લાગ્યા હતા. લોકો ભેગા થતાં હુમલાખોરો ત્યાંથી નીકળી ગયા હતા. ઈજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
યાસરે સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ મોઈન સહિત ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બે આરોપીને ઝડપી લીધા

દાણીલીમડા પોલીસના જણાવ્યા અનુસાર, યાસર અને મહિલાનું ઘર એકબીજાની સામે હોવાથી બંને વચ્ચે અગાઉથી ઓળખાણ હતી. આ બાબતને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. પોલીસ તપાસમાં મોઈન સાથે જાબિર ઈલિયાસ ગાસલેટવાળા, એક સગીર અને અન્ય એક શખસ હુમલામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મોઈન અને ઈલિયાસની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી પગમાં ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: માંડલમાં જૂની અદાવતનો ભડકો? ‘દીકરીને ભગાડી ગયો’ના આક્ષેપે યુવક પર હુમલો

આ પણ વાંચો: ખેડાના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો કરી હત્યા

આ પણ વાંચો: અમેરિકાના મોલમાં ભારતીય યુવક પર હુમલો, યુવક મુસ્લિમ હોવાના કારણે કરાયો હુમલો