Ahmedabad News: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામમાં (Vanpardi Village) ‘દીકરીને ભગાડી ગયો’ના આક્ષેપને પગલે એક યુવક પર ચાર શખ્સોએ હુમલો (Vanpardi Youth Attack) કર્યાની ઘટના સામે આવી છે. 3 ઓક્ટોબર, 2026ની રાત્રે બનેલી આ ઘટનામાં યુવકના જમણા હાથ પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે હાંસલપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Vanpardi Youth Attack: રાત્રે યુવકને ઘેરી ચાર શખ્સોએ હુમલો કર્યો
મળતી વિગતો મુજબ, 3 ઓક્ટોબરની રાત્રે આશરે 8:30થી 8:45 વાગ્યાની વચ્ચે યુવક વનપરડી ગામમાં હતો. આ દરમિયાન યુવતીને ભગાડી ગયાના આક્ષેપ સાથે ચાર શખ્સોએ તેને ઘેરી લીધો હતો. આરોપીઓમાં યુવતીના કાકા સેધાભાઈ સહિત ચાર લોકો સામેલ હોવાનું ફરિયાદમાં (Ahmedabad Rural Crime) જણાવાયું છે.
આરોપીઓએ યુવક સાથે બોલાચાલી કર્યા બાદ તેના પર લાકડીઓ અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન યુવકના જમણા હાથ પર ધારદાર હથિયારથી (Sharp Weapon Attack) વાર કરવામાં આવતાં ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાની અફરાતફરીમાં યુવકનો સોનાનો દોરો પણ પડી ગયો હોવાનું સામે આવ્યું છે.
બૂમો સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા
હુમલા દરમિયાન યુવકની બૂમો સાંભળીને દર્શન પટેલ, ગોપાલ ગીરીશ અને શંભુજી ઠાકોર સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોને આવતા જોઈ હુમલાખોરોએ ત્યાંથી ભાગી જવાનું શરૂ કર્યું હતું.જતાં પહેલાં આરોપીઓએ યુવકને ફરી મળવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પ્રથમ માંડલ CHC, બાદમાં વિરમગામમાં સારવાર
હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ માંડલના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને વિરમગામની શિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ
ઘટના અંગે હાંસલપુર પોલીસ (Hasalpur Police) મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ તથા આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ખેડાના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો કરી હત્યા
આ પણ વાંચો: કેનેડાના એડમન્ટન વોલમાર્ટમાં પંજાબી યુવક પર હુમલો, વીડિયો વાયરલ; પોલીસ સામે સવાલ
આ પણ વાંચો: અમેરિકાના મોલમાં ભારતીય યુવક પર હુમલો, યુવક મુસ્લિમ હોવાના કારણે કરાયો હુમલો
