કજાન, (રશિયા)
રશિયામાં રમાઇ રહેલા ફિફા વર્લ્ડકપમાં મોટો ઉલટફેર થયો છે. ગ્રુપ-F ના લીગ મુકાબલામાં દક્ષિણ કોરિયા સામેની હાર સાથે વર્લ્ડ ચેમ્પિયન જર્મની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
વર્લ્ડકપની લીગ મેચમાં કિમ યંગ ગ્વાન અને સોન હીંયુંગ મિન દ્વારા ઈંજરી ટાઇમમાં કરવામાં આવેલા શાનદાર ગોલના સહારે દક્ષિણ કોરિયાની ટીમે 2-0થી રોમાંચક જીત મેળવી હતી.
The holders #GER, are out. #KOR join them heading home, despite big win. pic.twitter.com/Vyyzl7EcHq
— FIFA World Cup (@FIFAWorldCup) June 27, 2018
આ રોમાંચક મેચના હિરો રહેલા કોરિયન ખેલાડી કિમ યંગ ગ્વાને પોતાની ટીમ માટે ઈંજરી ટાઈમમાં 92મી મિનિટમાં જયારે સોન હીંયુંગ મિને 96મી મિનિટમાં ગોલ કરી પોતાની ટીમને 2-0થી લીડ અપાવી હતી.

દક્ષિણ કોરિયાએ મેળવેલી શાનદાર જીત બાદ પણ તેઓ આ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા છે. કોરિયાની આ ટુર્નામેન્ટમાં પ્રથમ જીત હતી અને 6 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી છે.

જ્યારે ગ્રુપ- F માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ જર્મની આ ટુર્નામેન્ટમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી હતી અને પોઇન્ટ ટેબલમાં 3 પોઇન્ટ સાથે અંતિમ ક્રમાંક પર રહી હતી.

બીજી બાજુ, છેલ્લા પાંચ વર્લ્ડકપમાં આ ચોથો મૌકો છે ત્યારે કોઈ ગત ચેમ્પિયન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
આ પહેલાં 2002માં ફ્રાંસ, 2010માં ઇટલી અને 2014માં સ્પેનની ટીમને ગત વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ હોવા છતાં હારના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.
