Not Set/ બીચ પર એક દોરી બરાબરની બિકિની પહેરીને ફરતી હતી આ મહિલા, પોલીસે કરી ધરપકડ

બીચ પર જતી મહિલાઓ તમને સામાન્ય રીતે બિકિનીમાં જોવા મળતી હોય છે. આ એક સામાન્ય વાત છે, પરંતુ જ્યારે બિકિની પહેરવાથી પોલીસ ધરપકડ કરે તો? જી હા તમે.. આ એક સાચી ઘટના છે. આપને જણાવી દઇએ કે, એક મહિલાને બીચ પર બિકિની પહેરીને ફરવુ ભારે પડ્યુ હતુ. ઘટના ફિલિપાઇન્સનાં બોરાકે બીચની છે. અહીં એક મહિલા […]

Top Stories World

બીચ પર જતી મહિલાઓ તમને સામાન્ય રીતે બિકિનીમાં જોવા મળતી હોય છે. આ એક સામાન્ય વાત છે, પરંતુ જ્યારે બિકિની પહેરવાથી પોલીસ ધરપકડ કરે તો? જી હા તમે.. આ એક સાચી ઘટના છે. આપને જણાવી દઇએ કે, એક મહિલાને બીચ પર બિકિની પહેરીને ફરવુ ભારે પડ્યુ હતુ. ઘટના ફિલિપાઇન્સનાં બોરાકે બીચની છે.

અહીં એક મહિલા એક દોરી બરાબરની બિકીની પહેરીને બીચ પર ચાલતી હતી ત્યારે અહીં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે મહિલા પર દંડ પણ ફટકાર્યો છે. આપને જણાવી દઈએ કે, જ્યારે મહિલા બિકીની પહેરીને બીચ પર ફરતી હતી, ત્યારે લોકોએ તેની ઘણી તસવીરો લીધી હતી અને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, દોરી જેટલી બિકિની પહેરીને ફરતી 26 વર્ષીય મહિલાનું નામ લિન જૂ તિંગ છે, જે તાઇવાનની છે. પોલીસે લિન પર 3400 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી લિન દંડ ભરશે નહીં ત્યાં સુધી તે છૂટી નહીં શકે.

લિન તેના બોયફ્રેન્ડ સાથે ફિલિપાઇન્સની મુલાકાતે આવી હતી. જોકે, પોલીસ હજી સુધી ખુલાસો કરી શકી નથી કે લિન ઉપર કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ અટકળો એવી છે કે લિનની ધરપકડ તાઇવાનનાં અશ્લીલ કાયદા હેઠળ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.