હરિયાણા,
ટીટોંલીની એક કેનાલમાંથી રવિવારે એક 10 વર્ષની બાળકીની બંધ બેગમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રવિવારે બપોરના સમયે એક ખેડૂતે બાળકીની લાશને કેનાલમાં પડેલી જોઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ બાળકીની સાથી દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી છે.
પોલીસની શંકા છે કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે. પરંતુ અધિકારીઓએ બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની પુષ્ટિ નથી કરી. પોસ્ટમોર્ટમ થયા પછી સમગ્ર ઘટનાની વિગતો બહાર આવી શકે છે.
Body of a 9-year-old girl found inside a bag in a drain in Rohtak's Titauli village. Police begin investigation. #Haryana pic.twitter.com/ZbQ6Ljf4tL
— ANI (@ANI) April 16, 2018
પોલીસને ઘટનાની જાણકારી આપનાર ખેડૂતનું કહેવું છે કે જયારે તે બપોરના સમયે ખેતરમાં પાણી વાળવા માટે ગયો હતો તે સમયે તેને હર્બલ પાર્ક નજીક કેનાલમાં રવિવારે બપોરના લગભગ એક વાગ્યાની આસપાસ બાળકીને કેનાલમાં બંધ બેગમાં લાશને જોઈ હતી. બાળકની ઉમર લગભગ 9 વર્ષની છે. લાશની આંખો અને જીભ બહાર આવી ગયા હતા અને તેના ડાભા હાથને જાનવરો ખાઈ ગયા હતા.
પોલીસનું માનવું છે કે આ લાશ લગભગ દસ દિવસ જૂની છે. કોઈએ બાળકી સાથે દુષ્કર્મ કરીને સબૂતોનો નાશ કરવા માટે લાશને બેગમાં બંધ કરીને કેનાલમાં ફેંકી દીધી છે. હાલ પોલીસ સમ્રગ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
