દિલ્લી,
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક મંદિરના ગર્ભગૃહમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપ અને હત્યાની ઘટનાએ દેશને ઝકઝોરી નાખ્યો હતો. આ ચકચારી ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ, એક સગીર વયના છોકરા સહિત કુલ ૮ આરોપીઓ શામેલ હતા ત્યારે આ મામલે સોમવારે CJM કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન આ કેસમાં આરોપી તમામ ૮ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા આ કેસની આગળની સુનાવણી આગામી ૨૮ એપ્રિલના રોજ કરવા માટે આદેશ આપ્યો છે.
Kathua rape and murder case: Visuals of the accused being brought to District Court pic.twitter.com/uw9WU1D6tN
— ANI (@ANI) April 16, 2018
Hearing in Kathua rape and murder case to take place today at the court of the Chief Judicial Magistrate #JammuAndKashmir pic.twitter.com/7NFc8F1YMM
— ANI (@ANI) April 16, 2018
પીડિત પરિવારને કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવા કરી માંગ
બીજી બાજુ આ કેસમાં પીડિત બાળકીના પરિવારને ડર છે કે નીચલી કોર્ટમાં આ કેસમાં ઈમાનદારીથી સુનાવણી નહિ થાય અને તેઓને ન્યાય નહિ મળે જેથી તેઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ત્યારે સોમવારે બપોરે ૨ વાગ્યે આ કેસની સુનાવણી હાથ ધરાશે.
પીડિતાના વકીલને કઠુઆમાં પોતાના જીવનું જોખમ
#Kathua rape victim's lawyer #DeepikaSinghRajawat said she fears for her life as she may get raped or murdered.
Read @ANI Story | https://t.co/UPlp8GJvxn pic.twitter.com/v77SzJM6uj
— ANI Digital (@ani_digital) April 15, 2018
પીડિત બાળકીના કેસનું પ્રતિનિધિત્વ કરી રહેલા મહિલા વકીલ દીપીકા સિંહ રાજાવતે જણાવ્યું, “આ મામલાની સુનાવણી કઠુઆની અદાલતમાં થવા પર તેઓના જીવને પણ જોખમ છે. તેઓએ વધુમાં જણાવ્યું, “મારી પર પણ રેપ થઇ શકે છે”. પોતાની હત્યાની શંકા બતાવીને દીપીકા સિંહે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ટ્રાન્સફર કરવા માંગણી કરી છે.
બીજી બાજુ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા આ દર્દનાક મામલાની સુનાવણી માટે બે વિશેષ પબ્લિક પ્રોસીકયુટર (જન પ્રતિનિધિ)ની નિયુક્તિ કરવામાં આવી છે અને આ બંને શીખ સમુદાયના છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે, હિંદુ-મુસ્લિમ ધુવીકરણના મામલાને જોતા “તટસ્થતા” સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે, ૧૦ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના રાસના ગામમાં એક મંદિરના ગર્ભગૃહમાં બંધક બનાવી ૮ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમોએ ગેંગરેપ આચર્યો હતો અને ત્યારબાદ તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ, એક સગીર વયના છોકરા સહિત કુલ ૮ આરોપીઓ શામેલ હતા.
ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ પણ આ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દેશભરમાં આ ઘટનાને લઇ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે હવે લાંબા સમયગાળા બાદવર્તમાન PDP-ભાજપ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપી ૩ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં હતા.
