Not Set/ video: કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર પૂરમાં ફસાયેલા લોકોની કરી મદદ

અમરેલી અમરેલીના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે અને કોઈ જિલ્લા વહીવટી અધિકારી કે ભાજપના નેતાઓ પૂરમાં ફસાયેલા લોકોની મુલાકાત નથી લઈ રહ્યા. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર તેમના વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવા પહોંચ્યા હતા. અમરેલીમાં જાફરાબાદ શહેર તેમજ  તાલુકામાં સર્વત્ર વરસાદ ખાબક્યો અને ભારે વરસાદને પગલે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જેમાં સૌથી […]

Top Stories Gujarat Trending Videos

અમરેલી

અમરેલીના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે અને કોઈ જિલ્લા વહીવટી અધિકારી કે ભાજપના નેતાઓ પૂરમાં ફસાયેલા લોકોની મુલાકાત નથી લઈ રહ્યા. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર તેમના વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવા પહોંચ્યા હતા.

અમરેલીમાં જાફરાબાદ શહેર તેમજ  તાલુકામાં સર્વત્ર વરસાદ ખાબક્યો અને ભારે વરસાદને પગલે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ધારાબંદર અને વઢેરા ગામની થઈ.

ગામમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાઈ ગયા. GHCL દ્વારા બાંધવામાં આવેલા પાળાને કારણે સ્થિતિ વધુ બગડી હતી.

આખરે સરપંચ દ્વારા આ પાળા તોડવામાં આવતા પાણી બહાર નીકળતા સ્થિતિ થોડી થાળે પડી હતી. તો કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે આ ગામની મુલાકાત લઈને લોકોની મદદ કરી હતી.