IPL 2025 CSK vs MI : સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમતા ઈશાન કિશને સદી ફટકાર્યા બાદ ફ્લાઈંગ કિસ આપતા કાવ્યા મારન ખુશીથી ઝુમી ઉઠી હતી. IPL 2025ની બીજી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન ઈશાન કિશન ફુલ ફોર્મમાં જોવા મળ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી હતી. તેથી કાવ્યા મારન પણ ટીમને સપોર્ટ કરવા પહોંચી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સ સામે ઈશાન કિશને માત્ર 45 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઈશાન કિશને આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા, ઈશાન કિશને તેની સદી કાવ્યા મારનને સમર્પિત કરીને ખાસ રીતે ઉજવી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ ખેલાડી ઇશાન કિશને મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાની ધમાકેદાર ઇનિંગ રમીને માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન ઈશાન કિશનની આ વિસ્ફોટક ઈનિંગ્સ જોઈને ખૂબ જ ખુશ દેખાઈ અને દરેક શોટને તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. ઈશાન કિશને તેની સદી કાવ્યા મારનને સમર્પિત કરીને એક ખાસ રીતે ઉજવી હતી. સદી ફટકાર્યા બાદ ઈશાન કિશને ફ્લાઈંગ કિસ કરીને ઉજવણી કરી હતી. તો બીજી તરફ કાવ્યા મારન ખુશીથી ઝૂમી ઉઠી હતી. ઈશાન કિશન અને કાવ્યા મારનનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
રવિવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 44 રનથી હરાવ્યું. ઈશાન કિશન અણનમ રહ્યો અને તેણે 47 બોલમાં 106 રન બનાવ્યા. ઇશાન કિશનની આ વિસ્ફોટક ઇનિંગમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: IPL 2025: અમદાવાદના મેચોની ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ, ગુજરાત ટાઇટન્સના ફેન્સ માટે સરપ્રાઈઝ
આ પણ વાંચો: T20 નિવૃત્તિ અને ટેસ્ટમાંથી નિવૃત્તિનો યુ-ટર્ન, IPL 2025 પહેલા વિરાટ કોહલીએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
આ પણ વાંચો: IPL 2025 માટે તમામ 10 ટીમોના કેપ્ટનની પુષ્ટિ , 5 ટીમો નવા કેપ્ટનો સાથે રમશે