કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં બની રહેતા કેરળનાં રાજ્યપાલ આરિફ ખાન પર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદીએ પોતાના મુખપત્રનાં માધ્યમથી નિશાનો સાંધ્યો છે. મુખપત્રમાં, રાજ્યપાલને સલાહ આપવામાં આવી હતી કે, તેમણે બંધારણ મુજબ કામ કરવું જોઈએ, વ્યક્તિગત ધોરણે નહીં. સીપીએમનાં આ લેખને લઈને હવે રાજકીય ખળભળાટ મચી ગયો છે.
નોંધપાત્ર વાત એ છે કે, નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) અને એનઆરસી અંગેનાં અનેક નિવેદનોને લીધે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરોધીઓનાં નિશાના પર આવતા રહ્યા છે. કેરળ સરકારે રાજ્યમાં સીએએ લાગુ કરવાની ના પાડી દીધી છે. આ દરમિયાન સીપીએમ પણ તેમના મુખપત્ર દ્વારા રાજ્યપાલ પર નિશાન સાધ્યું છે. સીપીએમે લખ્યું છે કે, રાજ્ય સરકાર દરરોજની ગતિવિધિઓ વિશે રાજ્યપાલને માહિતી આપે, સંવિધાનમાં આવી જોગવાઈ ઉપલબ્ધ નથી. આર્ટિકલ 167 બતાવે છે કે કઇ સ્થિતિમાં મુખ્યમંત્રી રાજ્યપાલને માહિતી આપશે. આ સિવાય કોઈપણ રાજ્યનાં મુખ્યમંત્રી માત્ર રાજ્યપાલને કેબિનેટનાં નિર્ણયોની જાણકારી આપવા માટે બંધાયેલા છે.
સીપીએમનું મુખપત્ર આગળ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આર્ટિકલ 167 ની પણ ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, કેરળ સરકાર અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સીએએ અને એનઆરસીને લઈને સામ-સામે છે. કેરળ વિધાનસભાએ તાજેતરમાં જ સીએએ વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો જેને રાજ્યપાલ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હવે તે કાયદો બની ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
