Not Set/ ગુજરાતમાં સતત વધતો કોરોનાનો કહેર, આજે પણ નોધાયાં 1500થી વધુ કેસ….

દિવાળી બાદ શરુ થયેલી કોરોના વાઇરસની બીજી ઇનીગે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કોહરામ મચાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત 1500 + કેસ સામે આવી રહ્યા છે. જયારે ફરી એકવાર રાજ્યમાં મૃત્યુ આંક વધતો જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others

દિવાળી બાદ શરુ થયેલી કોરોના વાઇરસની બીજી ઇનીગે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કોહરામ મચાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત 1500 + કેસ સામે આવી રહ્યા છે. જયારે ફરી એકવાર રાજ્યમાં મૃત્યુ આંક વધતો જોવા મળી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1598 કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 206714 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1523 છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 187969 થઈ છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14792 છે. રાજ્યમાં સરકારી આંકડા અનુસાર 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત *