Gujarat News/ ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો: ગુજરાતના 4 ધારાસભ્યોનો ADR રિપોર્ટમાં ઉલ્લેખ

ADR Report મુજબ 2022થી 2026 દરમિયાન ચૂંટણી જીત્યા બાદ 111 પ્રતિનિધિઓએ પક્ષ બદલ્યો. ગુજરાત (Gujarat)ના 4 ધારાસભ્યોનો સમાવેશ.

Gandhinagar Gujarat Mantavya Vishesh Breaking News

Gujarat News : ચૂંટણી જીત્યા બાદ નેતાઓના પક્ષપલટાને લઈને ADRનો નવો રિપોર્ટ સામે આવ્યો છે. પક્ષ પલટાના આ વિશ્લેષણમાં 2022થી 2026 દરમિયાન દેશભરમાં 111 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ બદલ્યો હોવાનું જણાવાયું છે. ગુજરાતના ચાર ધારાસભ્યોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.

ચૂંટણી બાદ પક્ષ પલટાના 111 કેસ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR Report) અને નેશનલ ઇલેક્શન વોચે 2022થી 2026 દરમિયાન ચૂંટણી જીત્યા બાદ પક્ષ બદલનારા વર્તમાન સાંસદો અને ધારાસભ્યોનું વિશ્લેષણ કર્યું છે. ADRના જણાવ્યા મુજબ કુલ 111 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ બદલ્યો હતો.

આમાં લોકસભાના 26 સાંસદ, રાજ્યસભાના 7 સાંસદ અને વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના 78 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ADRએ પક્ષપલટાના કેસોને વ્યક્તિગત પક્ષપલટો, પક્ષ વિલીનીકરણ, રાજીનામું આપી પેટાચૂંટણી લડવી અને ગેરલાયક ઠર્યા બાદ પેટાચૂંટણી લડવી જેવી શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યા છે.

નાગાલેન્ડમાં સૌથી વધુ પક્ષપલટાના કેસ

ADRના રાજ્યવાર વિશ્લેષણ પ્રમાણે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territory)માં ચૂંટાયેલા પ્રતિનિધિઓના પક્ષપલટાના કેસ નોંધાયા છે. નાગાલેન્ડમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા હતા, જ્યારે પશ્ચિમ બંગાળમાં 20 કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત તેલંગાણા (Telangana)માં 9, જ્યારે ગોવા અને પંજાબમાં 8-8 ધારાસભ્યોએ ચૂંટણી જીત્યા બાદ પક્ષ બદલ્યો હોવાનું ADRના રિપોર્ટમાં જણાવાયું છે.

Gujaratના 4 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ગુજરાતમાંથી ADRના વિશ્લેષણમાં વિજાપુરના C.J. ચાવડા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, માણાવદરના અરવિંદ લાડાણી અને ખંભાતના ચિરાગ પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચારેય અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા.

Gujarat
111 party-switches between 2022 and 2026; 4 Gujarat MLAs mentioned in ADR report.

ચિરાગ પટેલે 2023માં કોંગ્રેસ (Congress)માંથી રાજીનામું આપ્યું હતું, જ્યારે C.J. ચાવડા, અર્જુન મોઢવાડિયા અને અરવિંદ લાડાણીએ 2024માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારબાદ 2024ની પેટાચૂંટણીઓમાં ચારેયને ભાજપે તેમની સંબંધિત બેઠકો પરથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ જીત્યા હતા. શું સૂચન કર્યું?

ADRએ પક્ષપલટાના મુદ્દે બંધારણની દસમી અનુસૂચિમાં સુધારા સહિત વિવિધ ભલામણો કરી છે. પક્ષપલટો કરનારા ધારાસભ્યોને જાહેર હોદ્દો સંભાળવાથી રોકવા માટે કાયદો બનાવવા અને રાજકીય પક્ષોને જાહેર સત્તાના દાયરામાં લાવી પારદર્શિતા તથા જવાબદારી વધારવાના સૂચનો પણ રિપોર્ટમાં સામેલ છે.

ADRએ નોંધ્યું છે કે ઉપલબ્ધ સત્તાવાર માહિતી વ્યવસ્થિત રીતે જાળવવામાં ન આવતી હોવાથી આ યાદી સંપૂર્ણ હોવાની ખાતરી આપી શકાય તેમ નથી. તેથી અન્ય સંબંધિત કેસો તેમાં સામેલ ન થયા હોવાની શક્યતા પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે.