Beauty Tips: જો તમે વાળમાં બરગંડીની ચમક જોવા માગતા હો તો એ જરુરી નથી કે દર વખતે હેર કલર કરાવવામાં આવે! આ માટે તમે ઘરે જ પ્રાકૃતિક વસ્તુઓથી હેર માસ્ક (Burgundy Hair Mask) પણ બનાવીને વાપરી શકો છો.
ઘણી મહિલાઓને શોખ હોય છે કે એમના વાળ બ્રાઉન, લાલ અથવા બરગંડી દેખાય! એના માટે મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઇને મોંઘા હેર કલર કરાવે છે. જો કે, કેમિકલયુક્ત હેર કલરના વપરાશ બાદ એક સમય બાદ વાળ શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. એના કારણે વાળ ખરવા, તૂટવા અને અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળે છે. આ માટે કેટલાયે લોકો કેમિકલ ટ્રીટમેન્ટ પણ કરાવે છે.
પરંતુ જો તમે વાળમાં બરગંડીની ચમક જોવા માગતા હો તો એ જરુરી નથી કે દર વખતે હેર કલર કરાવવામાં આવે! આ માટે તમે ઘરે જ પ્રાકૃતિક વસ્તુઓથી હેર માસ્ક પણ બનાવીને વાપરી શકો છો. જો કે કોઈ પણ પ્રકારનો હેર માસ્ક કે હેર કલર કરતા પહેલા પૅચ ટેસ્ટ અથવા તો સ્ટ્રેન્ડ ટેસ્ટ (Patch test or strand test) અવશ્ય કરવો.
જો તમે પણ વાળને બરગંડી શાઇન આપવા માગતા હો તો ઘરે રાખેલી કુદરતી વસ્તુઓનો વપરાશ કરી શકો છો. આ હેર માસ્ક (Burgundy Hair Mask) બનાવવાની પદ્ધતિ આયુર્વેદિક ડૉક્ટર દ્વારા શૅર કરવામાં આવેલી રીત છે. એમના દર્શાવેલી ટિપ્સ વડે કુદરતી હેર માસ્ક (Natural Hair Mask) બનાવી શકાય છે.
શી રીતે બનાવશો બરગંડી હેર માસ્ક? (Burgundy Hair Mask)
બરગંડી હેર માસ્ક (Burgundy Hair Mask) બનાવવા માટે 3 જ વસ્તુઓની જરુર પડશે.

સામગ્રી
3 ચમચી મહેંદી પાવડર
2 ચમચી જાસૂદના ફૂલોનો પાવડર
નવશેકી કાળી ચા આવશ્યકતા અનુસાર
બનાવવાની વિધિ
ઘરે કુદરતી વસ્તુઓથી હેર માસ્ક બનાવીને વાળમાં બરગંડી શાઈન આપી શકાય છે. આ માટે,
1. સૌપ્રથમ જાસૂદના ફૂલોને સુકવીને એનો પાવડર બનાવી લેવો.
2. હવે ચાની ભૂકીને પાણીમાં નાખીને સારી રીતે ઉકાળી લો. એને ગાળીને હળવી ઠંડી થવા દો.
3. એક બાઉલમાં મહેંદી પાવડર અને જાસૂદના ફૂલોનો પાવડર લો અને એમાં ચાનું પાણી ધીમે-ધીમે ઉમેરો.
4. ચમચી વડે હલાવતા મિક્સ કરો જેથી એમાં ગાંઠા ન પડે અને માસ્ક સ્મૂધ બને.
5. એક સ્મૂધ અને ઘટ્ટ પેસ્ટ બનાવીને આશરે 4-6 કલાક માટે ઢાંકીને રાખી મૂકો.
વપરાશની વિધિ
હેર માસ્ક લગાવતા ધ્યાન રહે કે વાળ તેલવાળા કે ગંદા ન હોય! હાથોમાં પહેલા ગ્લોવ્સ પહેરીને ડ્રાય અને સ્વચ્છ વાળમાં હેર માસ્કને સારી રીતે લગાવી લો. એને ઓછામાં ઓછા 2-3 કલાક રહેવા દો. હવે સાદા પાણી વડે ધોઈ લો. અહિં ધ્યાન રાખવું કે હેર માસ્ક ધોતી વખતે સાબુ કે શેમ્પુનો ઉપયોગ લગીરે ન કરવો…વાળ ધોયા બાદ તમે હળવું તેલ લગાવી શકો છો. એના બીજા દિવસે શેમ્પુ કરવું.
જો તમારા વાળ ગ્રે અથવા હળવા કાળા રંગના હોય તો આ રંગ વધુ ચમકદાર દેખાય છે. ઘેરા કાળા વાળમાં હળવો બરગંડી શેડ આવશે. તડકામાં જોવાથી વાળમાં બરગંડી શાઈન સ્પષ્ટ દેખાશે. વાળના રંગ અનુસાર આ હેર માસ્કના પરિણામો અલગ-અલગ હોઈ શકે છે.

આટલી સાવધાની રાખો
ધ્યાન રાખવું કે હેર માસ્ક ધોતી વખતે સાબુ કે શેમ્પુનો ઉપયોગ લગીરે ન કરવો…વાળ ધોયા બાદ તમે હળવું તેલ લગાવી શકો છો. એના બીજા દિવસે શેમ્પુ કરવું. વાળ પર હેર માસ્ક કરતા પહેલા હંમેશા એક નાના ભાગ પર સ્ટ્રેન્ડ ટેસ્ટ અવશ્ય કરવો. જો તમારા વાળ નેચરલ કાળા હોય તો બરગંડી રંગ ઘણો નજરે નહિં ચડે પણ તડકામાં એની શાઈન ચોક્કસ દેખાશે. જો તમને વપરાશ દરમિયાન, બળતરા, ખંજવાળ કે અન્ય પ્રકારની મુશ્કેલી જણાય તો વાળને તરત જ ધોઈ લેવા. જો તમને વાળ કે ત્વચા સંબંધી કોઈ સમસ્યા હોય તો એક્સપર્ટની સલાહ અનુસાર જ આ હેર માસ્કનો ઉપયોગ કરવો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : ચોમાસામાં હેર સ્પા કે હેર માસ્ક? જાણો વાળની ચીકાશ, ફ્રિઝીનેસ અને ખંજવાળ દૂર કરવા કયો વિકલ્પ છે બેસ્ટ
આ પણ વાંચો : બ્યુટી પાર્લરના ચક્કર લગાવવાનું છોડો…સુંદર સ્કિન અને વાળ માટે ઘરે જ બનાવો કુદરતી અળસીની જૅલ…
આ પણ વાંચો : લીમડા અને લવિંગથી બનાવો હર્બલ મંજન…અવાળા બનશે મજબૂત…દાંત થશે સફેદ…જાણો સરળ વિધિ..!
