Beauty Care Tips: જો તમે એક પણ પૈસાને ફાલતુ ખર્ચ કર્યા વિના પૂર્ણ રીતે કુદરતી અને અસરદાર પદ્ધતિ શોધી રહ્યાં છો તો અળસીના બીજની જૅલ (Alsi Gel) તમારા માટે એક વરદાન સમાન છે.
સુંદર અને ચમકદાર ત્વચા માટે તથા મુલાયમ લાંબા વાળ માટે મોટાભાગે લોકો મોંઘા બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ, કેરોટીન અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સ પર હજારો રુપિયા ખર્ચ કરે છે. પરંતુ, કેટલાક સમય પછી આ કેમિકલની અસર ખતમ થઈ જાય છે અને ત્વચા અને વાળ (Hair & Skin)નિસ્તેજ દેખાવા લાગે છે. જો તમે એક પણ પૈસાને ફાલતુ ખર્ચ કર્યા વિના પૂર્ણ રીતે કુદરતી અને અસરદાર પદ્ધતિ શોધી રહ્યાં છો તો અળસીના બીજની જૅલ તમારા માટે એક વરદાન સમાન છે.
અળસીના ફાયદા
ઓમેગા-3 ફૅટી એસિડ, પ્રોટીન તથા એન્ટી-ઑક્સિડન્ટ્સ (Omega-3 fatty acids, protein and antioxidants)થી ભરપૂર એવી અળસી ન કેવળ ચહેરાની કરચલીઓ અને ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે ત્વચા પર ‘કોરિયન ગ્લાસ સ્કિન’ (Korean Glass Skin) જેવો ગ્લૉ આપે છે. પરંતુ, વાળને નેચરલ કેરોટિનથી સભર એવા સ્મૂધ, સિલ્કી અને દ્રઢ બનાવે છે. તો ચાલો જાણીએ, ઘરે જ અળસીની જૅલ બનાવવાની પદ્ધતિ અને એના ઉપૉોગની યોગ્ય વિધિ…
શી રીતે બનાવશો અળસી જૅલ? (Alsi Gel)
અળસીની જૅલ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
અડધો કપ અળસીના બીજ
2 કપ પાણી
1 મોટી ચમચી એલોવેરા જૅલ (વૈકલ્પિક)
વિટામિન ઈ કેપ્સ્યૂલ (વૈકલ્પિક)
ગાળવા માટે સુતરાઉ કપડું કે ગળણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ પાણીમાં અળસીને ઉકાળી લો. એક પૅનમાં 2 કપ પાણી અને અડધો કપ અળસીના બીજ નાખીને મધ્યમ તાપે ગરમ થવા મૂકો. મિશ્રણને ચમચીથી હલાવતા રહો. 7-10 મિનિટ પાણી ઉકળશે પછી અળસીના બીજ સફૈદ ફીણયુક્ત ચીકાશયુક્ત જૅલમાં પરિવર્તિત થઈ જશે.
2. જ્યારે પાણીનું ટેક્ષ્ચર ઈંડાની સફેદી જેવું થાય અને તાર છોડે ત્યારે તરત જ ગૅસ બંધ કરી દો. વધુપડતું ઘટ્ટ ન બને એનું ધ્યાન રાખવું નહિં તો ગાળવામાં મુશ્કેલી થશે.
3. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તમે એને કોઈ સુતરાઉ કપડા અથવા એક ગળણી વડે ગાળી લો. બરાબર નીચોવીને એક વાડકીમાં જૅલને ભરી લો.
4. તમે એમાં ગ્લો અને શેલ્ફ લાઈફ વધારવા માટે વિટામિન ઈ કેપ્સ્યૂલ અને થોડી એલોવેરા જૅલ (Vitamin E capsule and Aloe Vera gel)પણ મિક્સ કરી શકો છો.
5. આ રીતે તૈયાર અળસીની જૅલને તમે એક સ્વચ્છ કાચના જારમાં ભરીને ફ્રિઝમાં મૂકો. તમે એને 10-15 દિવસ સુધી આરામથી વાપરી શકો છો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો :ચોમાસામાં હેર સ્પા કે હેર માસ્ક? જાણો વાળની ચીકાશ, ફ્રિઝીનેસ અને ખંજવાળ દૂર કરવા કયો વિકલ્પ છે બેસ્ટ
આ પણ વાંચો :જમ્યા પછી કેમ આવે છે ભારે સુસ્તી અને અતિશય ઊંઘ? જાણો વૈજ્ઞાનિક કારણો અને અચૂક ઉપાયો
આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 ખાસ વસ્તુઓનું સેવન; આખો દિવસ મળશે સુપરફાસ્ટ એનર્જી અને થાક થશે દૂર
