વલસાડ/ સાવધાન…! ઘરે આવતા મહેમાન કોરોનાની ભેટ પણ આપી શકે છે

વલસાડ ટ્યુશન કલાસ માં 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

Gujarat Others Trending

વલસાડ ટ્યુશન કલાસ માં 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, અન્ય 41 વિધાર્થી અને તેમના પરિવારજનોના કરાયા ટેસ્ટ 

ગુજરાત રાજ્યમાંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ઘણા જીલ્લામાં કોરોનાના કેસ શૂન્ય સુધી પહોચી ગયા હતા. જે હવે ફરી ઉછાળો મારી રહ્યો છે. આવામાં વલસાડમાં પણ કોરોના સક્રિય થયો છે.

વલસાડ ટ્યુશન કલાસ માં 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક વિધાર્થીના ઘરે વડોદરા થી મહેમાન આવ્યા હતા. આવનારા મહેમાન વિધાર્થીને ભેટમાં કોરોના વાઈરસ આપતા ગયા છે. તો આ વિધાર્થી ટયુશન ગયો ત્યારે તેની સાથે રહેલા અન્ય વિધાર્થીને પણ કોરોના ચેપ લાગ્યો હતો.

જેને પગલે સમગ્ર ખાનગી ટ્યુશન કલાસીસ બંધ કરવામાં આવ્યું  છે. અને બીજી તરફ બંને વિદ્યાર્થીઓની શાળામાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે. બંને વિધાર્થીઓ વલસાડના અતુલ ખાતે આવેલી ખ્યાતનામ શાળાના વિધાર્થી છે.

બે વિદ્યાર્થીઓ સંક્રમિત થતા કુલ 41 વિદ્યાર્થીઓ ની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સાથે 41 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર ની તપાસ હાથ ધરાશે. વિધાર્થીઓમાં કોરોના ફેલાતા વલસાડ આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કેસમાં મોટો વધારો થ્યોચે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.  રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગતરોજ 555  નાવાકોરોના કેસ સામે આવ્યા હતા.