Kheda News: ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં એક પરિણીત મહિલા (Woman Eloped Case)ને નામ અને ઓળખ છુપાવી ભગાડ્યાનો આરોપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ બાદ કઠલાલ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને યુવક અને મહિલાને શોધી કાઢ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો રહેવાસી નાઝીમ અન્સારી છેલ્લા બે વર્ષથી અમદાવાદ-ઇન્દોર હાઇવે નજીક પંચરની દુકાન ચલાવતો હતો. સ્થાનિક સ્તરે તેણે પોતાની ઓળખ ‘રાજુ’ તરીકે આપી હતી અને લોકોમાં હિન્દુ નામથી ઓળખ ઉભી કરી હતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Woman Eloped Case:2 બાળકોની માતા સાથે ફરાર
ફરિયાદ અનુસાર, કઠલાલ તાલુકાની એક પરિણીત મહિલા (Woman Eloped Case) સાથે સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે નજીકતા વધી હતી. ત્યારબાદ મહિલા (Woman Eloped Case)ને લગ્ન અને સાથે જીવન જીવવાના વાયદા કરીને વિશ્વાસમાં લેવામાં આવી હોવાનું પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું છે.મહિલા અચાનક ગુમ થતાં પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન યુવક સાથે ફરાર થયાની શંકા જતા કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બંનેને ઉત્તર પ્રદેશ વિસ્તારમાંથી શોધી કાઢ્યા હતા.

આ મામલે કપડવંજ ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કેસ પાછળ કોઈ સંગઠિત ગતિવિધિ અથવા અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
હાલ પોલીસે બંનેને કઠલાલ પોલીસ મથકે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:મહેસાણામાં પરિણીતાને ભગાડી જવામાં મદદગારીની શંકામાં યુવક પર હુમલો
આ પણ વાંચો:સુરતમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી પાશવી બળાત્કાર : ત્રણ દિવસમાં બળાત્કારના પાંચ બનાવથી ખળભળાટ
આ પણ વાંચો:મહેસાણાની યુવતી પર સામૂહિક દુષ્કર્મ, પતિ સહિત આઠ સામે ફરિયાદ
