Gujarat News/ ગુજરાતમાં 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને મંજૂરી, શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા શરૂ કરવા આપ્યા આદેશ

ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં 1808 HTAT મુખ્ય શિક્ષક વર્ગ-3ની ભરતી (HTAT Recruitment Gujarat)ને લીલી ઝંડી. શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા પરિપત્ર જાહેર કર્યો.

Top Stories Gandhinagar Gujarat Breaking News
HTAT Recruitment Gujarat: ગુજરાતમાં 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલી ઝંડી

Gujarat News: ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ હવે ઝડપથી ભરાશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ ઉમેદવારો માટે ભરતી (HTAT Recruitment Gujarat) પ્રક્રિયાને સત્તાવાર મંજૂરી આપી છે. આ અંગે વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

HTAT Recruitment Gujarat:પ્રાથમિક શાળાઓમાં ભરાશે ખાલી જગ્યાઓ

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ, રાજ્યભરમાં કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી (HTAT Recruitment Gujarat) 1:1:2ના નિયત ગુણોત્તર મુજબ હાથ ધરાશે. ભરતી પ્રક્રિયામાં સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા જેવા ત્રણ માધ્યમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે ભરતી દરમિયાન મંજૂર કરાયેલ અંદાજપત્રની મર્યાદા જળવાઈ રહે તે બાબતે જિલ્લા તંત્રએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી માળખું ઝડપથી તૈયાર કરવાની સૂચના આપી છે. સમયમર્યાદામાં પરીક્ષા અને ભરતી (HTAT Recruitment Gujarat) પૂર્ણ થાય તે માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવા પણ જણાવાયું છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ ભરતી માટેની નાણાકીય જોગવાઈ અગાઉથી જ કરવામાં આવી હતી. આ ભરતી પૂર્ણ થયા બાદ જરૂરિયાત મુજબ નવી જગ્યાઓ ઊભી કરવા માટે સરકાર સમક્ષ અલગ દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ઇન્ચાર્જ આચાર્યોના આધારે ચાલતી કામગીરીને મોટી રાહત મળશે. સાથે જ HTAT પરીક્ષા પાસ કરીને વર્ષોથી ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે CBI તપાસ પર લગાવી રોક

આ પણ વાંચો:શિક્ષક ભરતી કૌભાંડ મામલે બંગાળ સરકારને SC ની ફટકાર, કહ્યું, આ છે આયોજિત….

આ પણ વાંચો:શિક્ષક ભરતી કૌભાંડમાં પૂછપરછ માટે CBI ઓફિસ પહોંચ્યા TMC ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી