Not Set/ ઢોંગી ‘ઢબુડી માતા’ ઉર્ફે ધનજી ઓડ મોડી રાત્રે થયો પોલીસ સમક્ષ હાજર

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ બુધવારે રાતે 11.45 વાગ્યે ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના  હાજર થયો હતો. ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, જો કે આ અરજી કોર્ટે ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને સાથે સાથે ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા […]

Gujarat Others

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ બુધવારે રાતે 11.45 વાગ્યે ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના  હાજર થયો હતો. ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, જો કે આ અરજી કોર્ટે ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને સાથે સાથે ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોલીસે ધનજી ઓડ નોટીસ ફટકારી હોવા છતાં પણ તે છેલ્લા ઘણા દિવસોથી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે, પોલીસની ભીંસ વધી જતાં અંતે તે બુધવારે રાતે 11.45 પેથાપુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો.

આપને જણાવી દઈએ કે ગઢડાના રહીશ ભીખાભાઈએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ધનજી ઓડ સામે અરજી કરી હતી કે, તે અંધશ્રદ્ધા ફેલાવે છે.અરજીમાં આક્ષેપ કરાયો છે કે, અરજદારના પુત્રને કેન્સર હોવાથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું.

આ અરજી બાદ તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.આ કેસની તપાસ ચાલુ હોવાથી કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી હતી..જો કે હવે તે પોલીસ સમક્ષ હાજર થયો છે.તેણે નિવેદન લખાવ્યુ છે કે પોલીસ જ્યારે તપાસ માટે બોલાવશે ત્યારે ધનજી ઓડ હાજર થઈ તપાસમાં સહયોગ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.