@કૌશિક છાયા, કચ્છ
આજે પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ હતો. કચ્છ માં છેલ્લા દિવસે વધુ એક ફોર્મ ભરાયું છે. સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારે અબડાસા ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.
અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલી પ્રાંત કચેરીમાં હનીફ ભાઈ જાકબભાઈએ ઉમેદવારી નોંધાવી છે. આજે તેમની સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા તેઓએ અબડાસામાં વિકાસને વેગ આપવા જણાવ્યું હતું આજે તેમના સમર્થનમાં રાનુભા જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા પેટા ચૂંટણી હવે ધીરે ધીરે રંગ પકડી રહી છે આ વિસ્તારમાં 4 44 જેટલા ગામો આવે છે 230000 જેટલા મતદારો છે ત્યારે આવનાર દિવસોમાં આ ચૂંટણી જંગ જામશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
