Jamnagar/ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી એસપી અને ટીમને પાઠવ્યા અભિનંદન

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટવીટ કરીને જામનગર પોલીસ ને અભિનંદન પાઠવ્યા છે.

Gujarat Others
  • જામનગર એસપી અને ટીમને પાઠવ્યા અભિનંદન
  • જયેશ પટેલ અને તેના સાગરીતો વિરૂદ્ધ કાર્યવાહી બદલ અભિનંદન
  • જિલ્લામાં પ્રથમ ગુજસીટોક કાયદાનો ઉપયોગ બદલ અભિનંદન

જામનગરમાં વધી રહેલી ગુન્હાખોરી અને ભયના વાતાવરણ વચ્ચે પોલીસ દ્વારા છેલ્લા પખવાડીયાથી હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત આજે પોલીસે જયેશ પટેલ સાથે સંકળાયેલા અને તેના અત્યંત નજીકના સાગરીતો સહિત શહેરના લીસ્ટેડ વાઇટ કોલર ઉઠાવી લીધા છે.  આ તમામની સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધી કાયદાકીય ભરડો વધુ મજબુત કર્યો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ પોલીસે કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે અને જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની માહિતી એસપી જામનગર ડીઆઈજીએ આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા,  ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, વસરામ આહીર, પ્રવિણ ચોવટિયા, પ્રફુલ પોપટ, મુકેશ અભંગી સહિત 8ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક સાગરિત હાલ જેલમાં જ છે.

આ બાબતે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટવીટ કરીને જામનગર પોલીસ ને અભિનંદન પાઠવ્યા છે. જામનગર એસપી અને ટીમને જયેશ પટેલ અને તેના સાગરીતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા બદલ અભિનંદન આપ્યા છે.  તો સાથે સાથે જિલ્લામાં પ્રથમ ગુજસીટોક કાયદાનો ઉપયોગ બદલ અભિનંદન આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.