Vadodara News/ ઇરાન સાથે અમેરિકા-ઇઝરાયેલના યુદ્ધથી ભારતના વેપાર પર અસર

ઇરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધની અસર ભારત પર પણ પડી છે. યુદ્ધ લાંબુ ચાલે તો વેપાર પર વિપરીત અસર પડી શકે છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: ઇરાનમાં અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધના લીધે આખા વિશ્વમાં તનાવનું વાતાવરણ સર્જાયું છે. ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાન સામે શરૂ કરેલી જંગની સાઇડ ઇફેક્ટ્સ ફક્ત આ ત્રણ દેશો પૂરતી જ મર્યાદિત ન રહેતા આખા વિશ્વ સુધી ફેલાઈ છે. ક્રૂડ ઓઇલ લાંબા સમય પછી પ્રતિ બેરલ 80 ડોલરને વટાવી ગયું છે. આ યુદ્ધની સીધી અસર ભારતના વેપાર પણ પડી છે. તેની અસર ભારતની આયાત-નિકાસ પર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

CAIT પ્રમુખ પરેશ પરીખ મુજબ મોંઘવારી વધવાની શક્યતા છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થાય તેવી સંભાવના છે. રસોઈ ગેસથી લઈને સીએનજી ગેસના પુરવઠાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આમ યુદ્ધના કારણે ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં પણ ચિંતા ફેલાઈ છે. વિદ્યાર્થીઓના ખર્ચમાં પણ વધારો થશે એમ તેમણે જણાવ્યું હતું.

તેની સાથે તેમણે રોજિંદા જીવનમાં પણ મોંઘવારી માઝા મૂકી શકે છે એમ જણાવ્યું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આના કરે આગામી દિવસોમાં ભારત માટે પડકારજનક સમય આવી શકે છે. જો કે આ બધાનો આધાર તો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિ કેવી રહે તેના પર છે. આ બતાવે છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વકરી શકે છે. તેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી પણ થઈ શકે છે. જો કે આ બધાનો આધાર સરકાર પાસે કેટલું રિઝર્વ છે તેના પર રહેલો છે.  તેથી સરકાર આ મોરચે કોઈ નોંધપાત્ર પગલું લે તો પણ આશ્ચર્ય નહીં થાય.


આ પણ વાંચો: યુદ્ધના લીધે ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા

આ પણ વાંચો: કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો

આ પણ વાંચો: Rajkot News/ઇઝરાયેલ-ઈરાન જંગમાં સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચિંતામાં, 15 હજાર યુવાનો અટવાયા