કોરોના મહામારીની બીજી લહેરે પુરા દેશની હાલત કફોડી કરી દીધી છે. લોકો પરેશાન થઇ ગયાં છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મોત થયેલા વ્યક્તિઓના પરિવારોને આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. અને અનાથ બાળકોને વળતર આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે. ઘણાબધા રાજ્યોમાં મરણ પ્રમાણપત્ર પર કોરોનાથી મોત થઇ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યું નથી.એના લીધે પીડિત પરિવારોની ચિંતા વધી ગઇ છે કે તેમને વળતર કેવી રીતે મળશે..? નોંધનીય છે કે સામાન્ય લોકોની મદદ થોડાઘણા રાજ્ય કરી રહ્યા છે. જયારે મોટાભાગના રાજ્યમાં ફન્ટલાઇન કર્મચારીને વળતર આપવાની જાહેરાત કરી છે.
મધ્ય પ્રદેશ સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા પીડિત પરિવારને એક લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓનાં મોત પર આ રકમ 5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત, કુટુંબના એક સભ્યને પણ કરુણાપૂર્ણ નોકરી આપવામાં આવશે. જો કે, અનુકંપા નિમણૂક યોજના 1 માર્ચ, 2021 થી 30 જૂન, 2021 અને 30 માર્ચ, 2021 થી 31 જુલાઇ, 2021 સુધી વળતર યોજના અમલમાં રહેશે. આ ઉપરાંત કોરોનાને કારણે મંડી કર્મચારીઓના મોત માટે 25 લાખની વળતર રકમની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પીડિતના પરિવારને રૂ .50 હજાર રૂપિયા આપવામાં આવશે અને બાળકોને શિક્ષણ મફત આપવામાં આવશે તદઉપરાંત મહિને 2500નું પેન્શન આપવામાં આવશે. ભોપાલના આંકડા રજિસ્ટ્રાર અભિષેક સિંહે આદેશ જારી કર્યો છે કે મરણ પ્રમાણપત્રમાં મોતનું કારણ લખવામાં નહિ આવે તેમનું માનું છે કે મોતનું કારણ ડોકટર જ બતાવી શકે છે.આની અસર એવા વ્યક્તિઓને થશે કે જેમના પરિવારના લોકોની મોત કોરોનાથી થઇ છે. સરકારી વળતરની સહાય લેવામાં તેમને ભારે મુશકેલીઓનો સામનો કરવો પડશે. તેમને સાબિત કરવું પડશે કે કોરોનાથી મોત થઇ છે.
દિલ્હીમાં પણ કોરોનાથી જે લોકોના મોત થયા છે તેવા પરિવારોને સરકારી સહાય આપવામાં આવશે પરતું અહિ પણ પરિસ્થિતિ એવી જ છે કે મરણ પ્રમાણપત્રમાં મોતનું કારણ નથી તેમણે પણ સાબિત કરવું પડશે કે મોત કોરોનાથી થઇ હતી. આ ઉપરાંત ગોવા,ઉત્તરપ્રદેશ,ગુજરાત ,હરિયાણા સહિત અનેક રાજ્યોએ કોરોનાથી મરનાર વ્યક્તિઓને વળતર આપવાની અનેક જાહેરાતો કરી છે પરતું મરણ પ્રમાણપત્રમાં મોતનું કારણ નહિ લખેલું હોય તો તેમના પરિવારજનોને સહાય મેળવા માટે અનેક મુશેક્લીઓનો સામનો કરવાે પડશે. ઉલ્લેખનીય છેક કેનદ્ર સરકારે પણ સહાયની જાહેરાત કરી છે હવે સરકાર આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવશે જવાનું રહ્યું
