Breaking News: આજે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે બીજા દિવસની શરૂઆત પણ રોડ શોથી થશે.તેમનો રોડ શો રાજભવનથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીનો રહેશે. રોડ શોમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભાગ લેશે. તેઓ મહાત્મા મંદિરથી રૂ. 5536 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. તેઓ 22,055 આવાસોનું ઉદ્ઘાટન કરશે અને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નો શિલાન્યાસ કરશે. મ્યુનિસિપલ સંસ્થાઓને રૂ. 3300 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી થરાદ-ધાનેરા પાઇપલાઇન કામોનો શિલાન્યાસ કરશે. તેઓ દિયોદર-લાખણી પાઇપલાઇનનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત, તેઓ જળ સંસાધન વિભાગના રૂ. 1566 કરોડના કાર્યોનો શિલાન્યાસ કરશે. તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલના કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હાજર રહેશે. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં તાજેતરમાં જીત મેળવનારા જાહેર સેવકો પણ હાજર રહેશે.
આ પણ વાંચો:વડાપ્રધાનના રોડ શો વખતે જ વરસાદની આગાહી, સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા
આ પણ વાંચો:પેવર બ્લોકના કામના બિલના ચેક માટે 1.43 લાખની લાંચ લેતા જૂનાગઢનો જુનીયર એન્જીનિયર ઝડપાયો
