અંબાજીનાં ચુંદડીવાળા માતાજીએ 91 વર્ષની વયે બ્રહ્મલિન થયા હતા. તેમના નશ્વરદેહને આજે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમાધી આપવામાં આવી હતી. ચુંદડીવાળા માતાજી ઉર્ફ પ્રહલાદ જાની એ બે દિવસ પહેલા તેમના વતન ચરાડામાં દેહત્યાગ કર્યો હતો. માતાજી 80 વર્ષ થી અન્નજળનો ત્યાગ કરી ભક્તિ પૂજા કરતા હતા. 11 વર્ષની ઉંમર થી જ અન્નજળનો ત્યાગ કરી સેવા ભક્તિની ભેખ ધરી હતી. બે દિવસ થી અંબાજી ગબ્બર ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ હતો. આજે વહેલી સવારે બ્રાહ્મણો દ્રારા વેદિક મંત્રોચાર અને ધાર્મિક વિધિથી ચુંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી હતી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
