Ahmedabad News/ કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલની રાજ્ય-કેન્દ્રને રજૂઆત, ગુજરાતીઓને બચાવો

કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓને બચાવો. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં મહત્વની કાર્યવાહી કરે તે જરૂરી છે.

Gujarat Ahmedabad
Shaktisinh Gohil ની રજૂઆત, મધ્યપૂર્વમાં ગુજરાતીઓને બચાવો

Ahmedabad News:  ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધ(War)ના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેઓ પક્ષ અને વિપક્ષના આગેવાનોનો સંપર્ક કરી રહ્યા છે. કેટલાક ગુજરાતીઓએ કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કર્યો છે. તેઓને (ઈરાન) અને ઈઝરાયલ (Israel) ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ (Drone attack), મિસાઈલ (Missile attack) અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાય (Gujarati Community) ના સભ્યો રહે છે.

ગુજરાતીઓની સલામતી સુનિશ્ચિત કરાય: Shaktisinh Gohil

ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ જો આપણા સમુદાયના સભ્યો ગુજરાતમાં પાછા ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ તેમ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) જણાવ્યું હતું. અમેરિકા અને અન્ય દેશોમાં જઈ રહેલા ગુજરાતીઓની ફ્લાઈટ દુબઈ, કુવૈત કે અબુધાબીમાં રોકાય તો તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે. ગુજરાતના નડિયાદના પ્રીતેશભાઈ પટેલ તથા હીનાબેન પટેલના પરિવારે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ(Shaktisinh Gohil) નો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પ્રિતેશભાઈ અને હીનાબેન અમેરિકા જતા હતા, પરંતુ કુવૈત ખાતે ફસાયા છે.

અનેક ગુજરાતીઓ સાઉદીમાં ફસાયા

ઉમરા કરવા ગયેલ અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે. આ યાત્રિકોનો મુશ્કેલી વર્ણવતો વિડીયો પણ મળેલ છે. ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તુરંત વ્યવસ્થા કરે તે માટે શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રધાનમંત્રીશ્રીને તથા વિદેશ મંત્રીશ્રીને ઈમેઈલ કર્યો છે. જ્યાં સુધી પરત ના લાવી શકાય ત્યાં સુધી મોટાભાગના દેશોએ જે રીતે પોતાના નાગરિકોને માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા કરી છે તે રીતે આપણી એમ્બેસીઓ પણ તુરંત વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.

ગુજરાતનો અખાત સાથે જૂનો વ્યાપારિક સંબંધ

તેમણે દુઃખ સાથે નોંધ્યું છે કે અત્યાર સુધી ગુજરાતના વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી દ્વારા ગલ્ફમાં ગુજરાતી સમુદાયના સભ્યોની સલામતી અને સુરક્ષા અંગે એકપણ નિવેદન આપવામાં આવ્યું નથી. ભલે 24 કલાક મિસાઈલ અને ડ્રોન હુમલાની પ્રથમ જાણ થઈ હોય. ઉપરાંત, દરિયાકાંઠાનું રાજ્ય હોવાને કારણે ગુજરાતનો ગલ્ફ દેશો સાથે સદીઓ જૂનો વ્યાપાર અને વેપાર સંબંધ છે. કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરથી હજારો નાના જહાજો દરરોજ ગુજરાત અને ગલ્ફ દેશો વચ્ચે ફેરી કરે છે અથવા માલ અને ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. ભારત અને ગુજરાત સરકારે ખાતરી કરવી જોઈએ કે ચાલુ યુદ્ધને કારણે તેમના વેપાર અને વ્યવસાયો અવરોધાય નહીં અને તેમને જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ તેવી માંગણી કરી છે.


આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલે સંસદમાં ગુજરાતના ખેડૂતોની વ્યથા અને આત્મહત્યાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા

આ પણ વાંચો: સંસદના 2025 ચોમાસું સત્રમાં ભાવનગરનો મજબૂત અવાજ

આ પણ વાંચો: ગુજરાતમાં પાણી ભરાવવાની સમસ્યા ભ્રષ્ટાચારને આભારીઃ શક્તિસિંહ ગોહિલ