New Delhi News : ખેડૂતોની વ્યથા પર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં ગુજરાતના ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલી હાલાકી અને ખેડૂતોની થઈ રહેલી આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આજે ઝીરો અવર્સની નોટીસ આપીને સંસદ (રાજ્યસભા)માં શક્તિસિંહગોહિલે રજૂઆત કરી હતી કે, ગુજરાતના ખેડૂતો માટે અત્યંત કફોડી સ્થિતિ પેદા થઈ છે. દિવાળી આસપાસ ચોમાસુ પાક સંપૂર્ણ તૈયાર થતો હોય છે અને દિવાળીનો બીજો દિવસ એટલે કે ગુજરાતીઓના બેસતા વર્ષ પછી આ ચોમાસુ પાકની કાપણીની ખેડૂતો શરૂઆત કરતા હોય છે.
ખેડૂતોની વ્યથા
આ વર્ષે દિવાળી આસપાસ દિવસો સુધી સતત વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડ્યા કર્યો, પરિણામે ખેડૂતોનો તૈયાર થયેલો પાક કે જેના પર પાણીનું એક ટીપું પણ પડે તે ઝેર સમાન ગણાય તે રીતે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. પાક સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી કરવામાં આવતા તમામ ખર્ચાઓ ખેડૂતો કરી ચુક્યા બાદ કુદરતી આફતના કારણે ખેડૂતો બરબાદ થયા છે. કમનસીબી એ છે કે સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે વીમા ફસલ યોજનાની જોગવાઈ છે, પરંતુ ગુજરાત અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને પાક વીમા યોજનાથી બાકાત કરવામાં આવેલા છે.
आज संसद में शून्य काल के दौरान गुजरात के किसानो की समस्या और आत्महत्या के मुद्दे को उठाया ।
गुजरात में दीपावली के बाद कई दिनों तक लगातार बारिश होती रही, इसके कारण किसानों की फसल बर्बाद हो गई।
पूरे देश में किसानों के लिए बीमा फसल योजना चल रही है, लेकिन गुजरात में ये योजना खत्म… pic.twitter.com/iOZRqo9DGb
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 5, 2025
જો પાક વીમા યોજના હોત તો આજે ખેડૂતને આત્મહત્યા ના કરવી પડી હોત અને જેટલું નુકશાન થયું છે તેટલું વળતર વીમાથી મળી ગયું હોત. ગુજરાતના ખેડૂતોને જે રાહતો આપવામાં આવી છે તે નજીવી અને મશ્કરી સમાન છે. મર્યાદિત વિસ્તારને જ આવરી લેવામાં આવ્યો છે અને રકમ પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. એટલે કે ખેડૂતોના કુલ નુકશાન સામે મળવાપાત્ર રકમ એ મશ્કરી સમાન છે.
સંસદમાં શક્તિસિંહગોહિલે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીના સમયમાં પ્રથમ વખત પાક વીમા યોજના દાખલ કરવામાં આવી હતી અને વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ ખુબ મોટી સબસીડી જાહેર કરીને માત્ર નજીવી રકમમાં ખેડૂતો પાક વીમો લઈ શકે તેવી યોજના દાખલ કરી હતી. સ્વ. રાજીવ ગાંધીના સમયમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હોવાના કારણે ખેડૂતોની વ્યથા સમજી ખુબ મોટી રકમની સહાય ગુજરાતના ખેડૂતોને મળી હતી. આજે કેન્દ્ર અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ત્યારે ખેડૂતોને જે નુકશાન થયું છે તેની ઉદાર હાથે પુરતી રકમ આપવા માટે માંગણી કરવામાં આવી હતી.
