વિશ્વભરમાં આજે 5મો “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” યોગનાં સહારે સ્વાસ્થય માટે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 માટેની થીમ “ક્લાઇમેટ એક્શન” છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં આજનાં દિવસે PM મોદી ઝારખંડની રાજધાની રાંચીથી વિશ્વ સાથે યોગમાં જોડાયા હતા. અમતો આ યોગ કાર્યક્રમનું હોસ્ટ તરીકે સંચાલન જ PM મોદી દ્રારા કરવામાં આવ્યું છે. PM મોદીએ રાંચીના પ્રભાત તારા મેદાન પર 40 હજાર કરતા પણ વધુ લોકો સાથે યોગાસનો કર્યા હતા. તો દેશભરમાંથી લગભગ 13 કરોડ લોકો અલગ અલગ સ્થાનો પર આયોજિત યોગ કાર્યક્રમોમાં સામેલ થયા હતા.
#WATCH Jharkhand: Prime Minister Narendra Modi performs yoga at Prabhat Tara ground in Ranchi on #InternationalDayofYoga pic.twitter.com/VNRual0L5g
— ANI (@ANI) June 21, 2019
