Tapi News: તાપી જિલ્લાના આશા વર્કરો(Asha Workers)એ પોતાની વિવિધ માંગણીઓને લઈને આરોગ્ય કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. આશા વર્કર સંગઠને પલ્સ પોલિયો કામગીરીના વળતરમાં વધારો કરવા તેમજ NCD કામગીરીના બાકી ઇન્સેન્ટિવની ચુકવણી કરવાની માંગ સાથે આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. માંગણીઓ નહીં સંતોષાય તો પોલિયો કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
Asha Workers :પલ્સ પોલિયો વળતર વધારવાની માગ
પ્રાપ્ત માહિતી મુજબ, પલ્સ પોલિયો કામગીરી માટે આશા વર્કરોને હાલ પ્રતિદિન માત્ર રૂ.100 વળતર ચૂકવવામાં આવે છે. સંગઠનનું કહેવું છે કે કામગીરીના પ્રમાણમાં આ રકમ ઘણી ઓછી છે. તેથી આ વળતરમાં વધારો કરી પ્રતિદિન રૂ.300 કરવાની માંગ કરવામાં આવી છે.
NCD કામગીરીનું ઇન્સેન્ટિવ બાકી
આશા વર્કર સંગઠને NCD કામગીરીના બાકી ઇન્સેન્ટિવ તાત્કાલિક ચૂકવવાની પણ માંગ કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2025થી નવેમ્બર 2026 સુધીનું ઇન્સેન્ટિવ હજુ બાકી છે.
22થી 24 નવેમ્બરે પલ્સ પોલિયો કાર્યક્રમ
આશા વર્કર સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ પલ્સ પોલિયો કામગીરીનો બહિષ્કાર(Boycott of the Pulse Polio drive) કરશે. ઉલ્લેખનીય છે કે 22થી 24 નવેમ્બર દરમિયાન પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે આશા વર્કરોની આ ચીમકીથી આરોગ્ય તંત્રની ચિંતા વધી શકે છે.
આ પણ વાંચો:રાજ્યમાં બે-બે વર્ષથી ગેરહાજર હોવા છતાં આશા વર્કરને વેતન
આ પણ વાંચો:આંગણવાડી અને આશા વર્કરોની આજથી રાષ્ટ્રવ્યાપી હડતાલ
