Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર (Temple)ના મહંત મહેન્દ્રભાઈએ આજે વહેલી સવારે આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. મહંત (પૂજારી)ના પુત્રએ અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બિલ્ડર પર મંદિર તોડી પાડવાનું દબાણ કર્યુ હતું, પરિણામે મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે તેવો આક્ષેપ કર્યો છે. તેમજ મહંત પાસે પોલીસને એક સુસાઈડ નોટ મળી આવતા ખુલાસો થયો છે.
નરોડા વિસ્તારમાં આવેલા કુબેરનગર રોડ પર આવેલાં સંતોષી માતાના મંદિરને બચાવવાનો છેલ્લા 4 વર્ષથી પોતાની લડાઈમાં તેમના સંબંધીઓ સામે ઊભા છે તેમ સુસાઈડ નોટમાં લખ્યું છે. મૃતક મહેન્દ્રભાઈએ પણ મંદિરમાં બેનરો અને પોસ્ટરો લગાવ્યા હતા, જેમાં મંદિર તોડી પાડવા અંગે કેટલાક સૂત્રો પણ લખ્યા હતા. નોટમાં એ પણ લખેલું છે કે આ મંદિરનો મામલો અદાલતમાં ચાલી રહ્યો છે, છતાં તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આક્ષેપો કર્યા છે કે બિલ્ડર તરફથી મને ખાસ દબાણ કરવામાં આવતું હતું, બધા મને 4 વર્ષથી હેરાન કરી રહ્યાં છે.
મહંતે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું ભીષ્મની જેમ લડ્યા વિના હાર સ્વીકારૂ છું. મારી પત્ની હંમેશા મારી સાથે રહી છે. તેને માતા સીતાની જેમ 14 વર્ષનો વનવાસ સહન કર્યો છે. હું હવે તેને એકલો મૂકીને જઈ રહ્યો છું. હવે મંદિર બચાવવાની લડાઈ મારા પુત્ર પર છોડી જઈ રહ્યો છું. આ ઘટનાની જાણ થતાં સંતોષી માતાના મંદિરમાં ભક્તો ઊમટી પડ્યાં હતા.
મૃતક મહારાજે મંદિરના પરિસરમાં સુસાઈડ નોટ (Suicide Note) ચોંટાડી છે તેમાં ઉપરોક્ત નામનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ દ્વારા સતત ત્રાસ અપાતો હતો જેને લઈ કંટાળીને આ પગલું ભર્યુ છે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદના નરોડામાં પૂજારીનો મંદિરમાં આપઘાત, પોલીસ, બિલ્ડર, કોર્પોરેશનના ત્રાસનો આક્ષેપ
આ પણ વાંચો:ભાવનગરમાં સાસરીયાના ત્રાસથી 27 વર્ષના યુવાને કર્યો આપઘાત
આ પણ વાંચો:ભરૂચમાં પોલીસના ત્રાસથી કર્યો આપઘાત, દારૂનો ધંધો કરવા મજબૂર કરવાનો આરોપ