Botad News : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામ નજીક શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Accident)સર્જાયો હતો. રાણપુર-ધંધુકા હાઈવે પર ટ્રક અને ઇક્કો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઇક્કો કારને અચાનક ટ્રક નડતાં Accident થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, મજૂરોને ભરીને જઈ રહેલી ઇક્કો કારને અચાનક ટ્રક નડતાં અકસ્માત (Accident)થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારના ભારે નુકસાન સાથે તેમાં સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.
અકસ્માત (Accident)બાદ ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાણપુર મામલતદાર સહિતની પ્રશાસનિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતના કારણે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં લઈ રોડ ફરી શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચોઃવડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત
આ પણ વાંચોઃવડોદરા એરપોર્ટ સર્કલ પાસે ભયાનક અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત
આ પણ વાંચોઃવડોદરામાં વધુ એક અકસ્માત સર્જાયો, દિવાળીપુરા કોર્ટ રોડ પર એક્ટિવા ચાલકનું મોત
