jaipur news/ જયપુરમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા બેના મોત

Explosionએટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીનો ટીન શેડ ઉડી ગયો, દિવાલ ધરાશાયી થઈ ગઈ અને આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો

Top Stories India
Explosion

Jaipur News : જયપુરના વિશ્વકર્મા ઔદ્યોગિક વિસ્તારમાં શનિવારે સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ નંબર 17 પર કરણી વિહાર કોલોનીમાં આવેલી વિલ્સન ક્રાયો ગેસ ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં ભારે વિસ્ફોટ (Explosion)થયો. આ વિસ્ફોટ (Explosion)એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીનો ટીન શેડ ઉડી ગયો, દિવાલ ધરાશાયી થઈ ગઈ અને આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો.

વિસ્ફોટ (Explosion)માં ત્યાં કામ કરતા એક યુવાનના શરીરના ટુકડા થઈ ગયા હતા. આ ઘટનામાં કુલ બે લોકોના મોત થયા છે, જ્યારે ફેક્ટરી મેનેજર સહિત અન્ય લોકો ઘાયલ થયા છે.

સિલિન્ડર ભરતા સમયે થયો વિસ્ફોટ(Explosion)

પ્રાપ્ત માહિતી અનુસાર, ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર ભરવાનું કામ ચાલી રહ્યું હતું. સાંજે લગભગ 7:45 વાગ્યે અચાનક એક સિલિન્ડરમાં વિસ્ફોટ (Explosion)થયો. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ફેક્ટરીની અંદર રાખેલા સિમેન્ટ શીટ્સ ઉડીને લગભગ 30 મીટર દૂર રહેણાંક વિસ્તારમાં ઘરોની બહાર પડ્યા.

ઘટનાસ્થળે જ એકનું મોત, સારવાર દરમિયાન બીજાનું મૃત્યુ

ડીસીપી પશ્ચિમ હનુમાન પ્રસાદે જણાવ્યું કે,

  • ઝારખંડના રહેવાસી મુન્ના રાય (30) નું ઘટનાસ્થળે જ મોત થયું

  • ફેક્ટરી મેનેજર વિનોદ ગુપ્તા (45) ગંભીર રીતે ઘાયલ થયા હતા અને SMS હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું

આ ઉપરાંત ઝારખંડના રહેવાસી શિબુ ઉર્ફે અનુવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ફેક્ટરી સંતોષ ગુપ્તાની હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

આસપાસના ઘરોમાં તિરાડો, દુકાનોના શટર તૂટી ગયા

વિસ્ફોટ(Explosion) ની અસર માત્ર ફેક્ટરી સુધી સીમિત રહી નહોતી. આસપાસના વિસ્તારમાં અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ, દુકાનોના શટર તૂટી ગયા અને કાચના ટુકડા રસ્તા પર વિખેરાઈ ગયા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ધડાકો એટલો મોટો હતો કે આખી કોલોની ધ્રુજી ગઈ હતી.

સ્થાનિકોનો આરોપ: મૃત્યુઆંક વધુ હોઈ શકે

સ્થાનિક રહેવાસીઓએ ફેક્ટરી મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. લોકોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધુ હોઈ શકે છે, પરંતુ તેને ઓછું બતાવવામાં આવી રહ્યું છે.

પુરાવા નાશ કરવાનો આરોપ

સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે અકસ્માત બાદ ફેક્ટરીના કેટલાક દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા, જેથી પુરાવાનો નાશ થઈ શકે.

લીકેજનો ભય, વિસ્તાર કોર્ડન કરાયો

સિવિલ ડિફેન્સના ડેપ્યુટી કંટ્રોલર અમિત શર્માએ જણાવ્યું કે ફેક્ટરીમાં હજુ એક-બે સિલિન્ડરમાંથી લીકેજ થવાની શક્યતા છે. આ કારણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ફાયર બ્રિગેડ અને ટીમને તૈનાત રાખવામાં આવી છે.

 ભયાનક દ્રશ્યો: માંસના ટુકડા વાહનમાં મળ્યા

વિસ્ફોટ પછી ફેક્ટરીમાં પાર્ક કરેલા પિકઅપ ટ્રકમાં અને પરિસરમાં વિવિધ સ્થળોએ માંસના ટુકડા વેરવિખેર જોવા મળ્યા હતા.

સ્થાનિક રહેવાસી અનિલે જણાવ્યું કે,
“અમને એક માથું મળ્યું, પરંતુ ધડ ગાયબ હતું.”

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો મોકલાયા

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાનવટિયા હોસ્પિટલમાં મોકલ્યા છે. ઘાયલોને SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિશ્વકર્મા પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : ગાંધીનગરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં 4 જવાનો દાઝ્યાં

આ પણ વાંચો : મુંબઈના લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટ, 20 લોકો ઘાયલ

આ પણ વાંચો : બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાતા આગ લાગી, બસમાં અનેક ગેસ સિલિન્ડર હોવાથી વિસ્ફોટ થયો