Ahmedabad News/ અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન બિલ્ડીંગની ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા

દુર્ઘટના પછી ફાયરબ્રિગેડ અને ઓઢવ પોલીસે રેસ્ક્યૂ કામગીરી કરી શરૂ કરી દીધી છે

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં ભેખડ ધસી પડવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં આવેલા નિકોલ વિસ્તારમાં બંધાઈ રહેલા એક  બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી પડી હતી. નિકોલની કિંગ સ્ટોન કન્સ્ટ્રકશન સાઈટનો આ બનાવ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. જેમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિક દટાયા હતા. જેમાંથી એક મજૂરને બહાર કાઢી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કિંગ સ્ટોન કન્સ્ટ્રકશન સાઈટ પર બની રહેલી બિલ્ડિંગની ભેખડ ધસી પડતા તેની નીચે બે શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ સંદર્ભે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ  રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તે સિવાય ઓઢવ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

આ પણ વાંચો: રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર, પોલીસે લીધી જવાબદારી

આ પણ વાંચો: રાજકોટમાં બદનક્ષીના કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી, 4 સામે વોરંટ ઈશ્યૂ