Food Recipe/ ડૉક્ટરની પસંદ…હાઈ પ્રોટીન ખીરા સલાડ…સવારે નાસ્તામાં આરોગો આ સરળ રેસિપીને..!

તબીબના જણાવ્યાનુસાર, આ High Protein Cucumber Salad આંતરડા અને લીવર માટે ઉત્તમ છે. તમે એને દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકો છો….

Trending Food Lifestyle
High Protein Cucumber Salad...3 જ વસ્તુ અને મસાલાથી બનતી healthy રેસિપી!

Food Recipe: નાસ્તામાં સિમ્પલ સલાડ ખાવાનું કઠિન લાગતું હોય છે પરંતુ સલાડમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે તો એનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ સલાડ (High Protein Cucumber Salad) ખાવામાં તો સ્વાદિષ્ટ બનશે જ અને સાથે-સાથે હાઈ પ્રોટીન ડાયેટ  પણ બનશે. તબીબો પણ આ પ્રકારનો નાસ્તો કરવાની સલાહ આપે છે. આજે આવો જ એક હાઈ પ્રોટીન ખીરા સલાડ બનાવવાની રેસિપી અહિં દર્શાવવા જઈ રહ્યાં છીએ. આ સલાડને બનાવવાનું ઘણું જ સરળ છે અને સ્વાદમાં પણ એ લાજવાબ બને છે. એનાથી તમારા શરીરની પ્રોટીનની રોજીંદી જરુરિયાતોને પણ સરળતાથી પૂરી કરી શકાય છે. તો ચાલો જાણીએ હાઈ પ્રોટીન ખીરા સલાડની રેસિપી…

પ્રોટીન સલાડની આ રેસિપી સોશિયલ મીડિયા પર આજકાલ વાયરલ છે. એમાં તબીબના જણાવ્યાનુસાર, આ સલાડ આંતરડા અને લીવર માટે ઉત્તમ છે. તમે એને દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકો છો. એને સવારે નાસ્તામાં ખાવાથી તમારું પેટ લાંબો સમય સુધી ભરાયેલું રહેશે અને શરીરને દિવસભર એનર્જી (Energy) પ્રાપ્ત થતી રહેશે.

High Protein Cucumber Salad Recipe
High Protein Cucumber Salad Recipe

હાઈ પ્રોટીન ખીરા સલાડ રેસિપી (High Protein Cucumber Salad Recipe)

1. સૌપ્રથમ એક ખીરા કાકડીને ધોઈને ગોળ-ગોળ ટુકડામાં સમારી લેવી.

2. એમાં 1 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી. હવે એમાં તમારા સ્વાદ પ્રમાણે 3-4 ચમચી ગ્રીક યોગર્ટ ઉમેરવું.

3. થોડો લીંબુનો રસ અને ઉપર કાળા મરીનો પાવડર અને સંચળ ઉમેરી દો.

4. એની ઉપર ગ્રીલ કરેલું પનીર કે ટોફુ (Paneer or Tofu) ઉમેરી દો. આ તમામ વસ્તુઓને મિક્સ કરી લો અને એને નાસ્તામાં કે ભોજન સાથે ખાઓ.

તો તૈયાર છે તમારો હાઈ પ્રોટીન ખીરા સલાડ…જેને તમે સાંજે કશુંક હૅલ્ધી ખાવાનું મન થાય તો ઝટપટ બનાવીને ખાઈ શકો છો.

High Protein Cucumber Salad Recipe-ડાયેટ પ્રોટીન સ્નૅક
High Protein Cucumber Salad Recipe-ડાયેટ પ્રોટીન સ્નૅક

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સલાડ

આ સલાડથી તમને મસ્ત ટેસ્ટ તો મળશે જ અને વળી એ શરીરમાં પ્રોટીનની ઉણપને પણ દૂર કરશે. ખીરા કાકડીમાં પાણી અને ફાઇબર સારી એવી માત્રામાં હોય છે. જ્યારે ગ્રીક યોગર્ટ (Greek Yogurt) તમારી ગટ હૅલ્થ માટે ઉત્તમ છે અને પનીરમાંથી મળતું પ્રોટીન મસલ્સ (Muscles)ને મજબૂત બનાવવા માટે ઉત્તમ છે. અઠવાડિયામાં બે થી ચાર વખત આ સલાડને તમારા ડાયેટ (Diet)માં અવશ્ય સામેલ કરવો જોઇએ. વજન ઘટાડવા માટે પણ આ એક હૅલ્ધી ડાયેટ સ્નૅક છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: લીલાછમ મગ સ્પ્રાઉટ્સના હૅલ્ધી સલાડ…પેટ ભરીને ખાઓ…’વેટ લોસ જર્ની’ માટે ખાસ 3 રેસિપી…

આ પણ વાંચો: સવારના નાસ્તામાં પ્રોટીનસભર સોયાબીન સલાડ….ઝટપટ બનતી હૅલ્ધી રેસિપી…!