Bharuch News : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ભરૂચના જંબુસર તાલુકાના એક ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં 2 હેવાનોએ 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ સમગ્ર સમાજ અને જિલ્લાને સ્તબ્ધ કરી દીધા છે. આ ઘટનાથી મહિલા દિવસના દિવસે ઘેરા પડઘા પડ્યા છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતી કે પીડિતા જે બંને પગે વિકલાંગ છે, તે તેના પરિવાર સાથે ગામમાં રહે છે. રાત્રિના સમયે જ્યારે તે પોતાના ઘરમાં સૂતી હતી, ત્યારે ગામના જ 1 નરાધમોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ હેવાનોએ યુવતીની પથારી પાસે જઈને તેનું મોઢું દબાવી દીધું હતું, જેથી તે ચીસો પાડી ન શકે. ત્યારબાદ તેઓએ વારાફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન પીડિતાની ભાભી જેઓ ઘરમાં સૂતા હતા, તેમણે અવાજ સાંભળ્યો હતો. તેઓ તરત જ યુવતીના રૂમમાં દોડી ગયા અને ત્યાંનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓએ જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ ગયા અને અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા.યુવતીના ભાઈએ પણ આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ અંધારામાં ગાયબ થઈ ગયા હતા. આ ઘટના બાદ પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જંબુસર પોલીસ સ્ટેશનના PI એ. વી. પાણમિયાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે તાત્કાલિક યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને બંને આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમોની રચના કરી છે. પોલીસ આરોપીઓને ઝડપથી પકડવા માટે સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:PM મોદી વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સાચવશે, બાદમાં જશે નવસારી
આ પણ વાંચો:નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ
આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા