Karnataka/ કોણ છે નાદપ્રભુ કેમ્પગૌડાઃ કેમ છે બેંગ્લોર એરપોર્ટ બહાર તેમની 108 ફૂટની પ્રતિમા

કર્ણાટકમાં પાંચ મહિના પછી વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે નાદપ્રભુ કેમ્પગૌડાની મૂર્તિનું અનાવરણ કરીને ભાજપે બહુ મોટો રાજકીય દાવ ખેલ્યો છે. આ મોટા જુગારના પાસા સબળા પડતા જણાય છે. તેનું કારણ છે કેમ્પગૌડાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ. નાદપ્રભુ કેમ્પૌડા દક્ષિણના મહાન સામ્રાજ્યમાં એક વિજયનગર સામ્રાજ્યના શાસક હતા.

Top Stories India
  • સરદાર પટેલની પ્રતિમાની ડિઝાઇન કરનારે જ ડિઝાઇન કરી છે કેમ્પગૌડાની પ્રતિમા
  • મૂર્તિનું કુલ વજન 218 ટન, 120 ટન સ્ટીલ અને 98 ટન કાંસાનો ઉપયોગ
  • પ્રખ્યાત શિલ્પકાર અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા છે રામજી વનજી સુતાર
  • કેમ્પગૌડા છે બેંગ્લોર શહેરના સંસ્થાપક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) બેંગ્લોરમાં કેમ્પગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિલન-ટુનું (Kempgowda international terminal) ઉદઘાટન કર્યુ અને તેની સાથે 108 ફૂટ ઊંચી કેમ્પગૌડા નાદપ્રભુની (Kempgowdanadprabhu) પ્રતિમાનું અનાવરણ પણ કર્યુ તેના લીધે કોઈને પણ સવાલ થાય કે નાદપ્રભુ કેમ્પગૌડા કોણ છે અને આ મૂર્તિ કોની છે.

વાસ્તવમાં કર્ણાટકમાં પાંચ મહિના પછી વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે નાદપ્રભુ કેમ્પગૌડાની મૂર્તિનું અનાવરણ કરીને ભાજપે બહુ મોટો રાજકીય દાવ ખેલ્યો છે. આ મોટા જુગારના પાસા સબળા પડતા જણાય છે. તેનું કારણ છે કેમ્પગૌડાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ. નાદપ્રભુ કેમ્પૌડા દક્ષિણના મહાન સામ્રાજ્યમાં એક વિજયનગર (Vijayanagar) સામ્રાજ્યના શાસક હતા. તેમણે 1537માં બેંગ્લોરની (Banglore) સ્થાપના કરી હતી. અહીં તેના અંકે કન્નડ ભાષામાં તૈયાર કરવામાં આવેલા ઘણા શિલાલેખ છે.

કેમ્પગૌડાના પિતા મોરાસુ વોક્કાલિંગા (Morasu Vokkalinga) કેમ્પેન્જે ગૌડાના પુત્ર હતા. તેમણે 70 વર્ષથી વધુ સમય યેલહાનાકાનાડુ પર શાસન કર્યુ હતુ. તેમના કુટુંબે 15મી સદીમાં તમિલનાડુમાં કાંચીથી કર્ણાટક સ્થળાંતર કર્યુ હોવાનું મનાય છે. તેમણે વિજયનગર સામ્રાજ્યનું શાસન સંભાળ્યું હતું.

કેમ્પગૌડાએ 1513માં પિતાનો વારસો સંભાળ્યો હતો. તેમણે લગભગ 46 વર્ષ સુધી વિજયનગર પર શાસન કર્યુ હોવાનું મનાય છે. તેમણે શિકાર કરવા જવા દરમિયાન કિલ્લાઓ, મંદિરો અને અત્યંત વૈભવી શહેરની પરિકલ્પના કરી હતી. તેમણે પહેલા શિવગંગા રજવાડા પર વિજય મેળવ્યો અને પછી ડોમલુર પર વિજય મેળવ્યો. 1537માં તેમણે બેંગ્લોર કિલ્લો બનાવ્યો અને શહેર વસાવ્યું,જે આજે બેંગ્લુરુ તરીકે ઓળખાય છે. તેમણે રાજધાની યેલાહંકાથી બેંગ્લોર શિફ્ટ કરી.

તેમણે બનાવેલા કિલ્લાનો રંગ લાલ હતો. તેમા આઠ દરવાજા હતા. તેમણે દૂરદૂરના વિસ્તારોમાંથી કુશળ કારીગરોને બોલાવીને આ શહેરમાં સ્થાયી કરતા તેણે ઝડપથી વિકાસ સાધ્યો હતો.

આ પ્રતિમાને પ્રખ્યાત શિલ્પકાર અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા રામ વનજી સુતાર (Ram Vanaji Sutar) દ્વારા ડિઝાઇન કરાઈ છે. તેમણે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ડિઝાઇન પણ તૈયાર કરી છે. આ પ્રતિમાનું વજન 218 ટન છે. તેમા 98 ટન બ્રોન્ઝ અને 120 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાની તલવારનું વજન જ ચાર ટન છે.