Not Set/ VIDEO : SCO સંમેલનમાં પીએમ મોદી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે કેવી રીતે થઇ મુલાકાત, જુઓ આ વીડિયોમાં

ચિંગદાઓ, વર્ષ ૨૦૦૧માં સ્થાપિત કરવામાં આવેલા શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાન એક સ્થાયી સભ્ય તરીકે શામેલ થઇ રહ્યા છે. ચીનના ચિંગદાઓ શહેર ખાતે યોજાઈ રહેલા ૧૮માં SCO સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. Plenary session of #SCOSummit2018 underway in China's #Qingdao. PM […]

Top Stories India Trending Videos

ચિંગદાઓ,

વર્ષ ૨૦૦૧માં સ્થાપિત કરવામાં આવેલા શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાન એક સ્થાયી સભ્ય તરીકે શામેલ થઇ રહ્યા છે. ચીનના ચિંગદાઓ શહેર ખાતે યોજાઈ રહેલા ૧૮માં SCO સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

આ સંમેલન દરમિયાન SCO દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ થયા હતા. જો કે ત્યારબાદ SCO દેશોના રાષ્ટ્રપ્રમુખ જ્યાં બેઠા હતા ત્યાં એક અદ્ભુત તસ્વીર સામે આવી હતી.

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO દેશોના મંચ પર ચીનના રાષ્ટ્રપતિ શી ઝીનપિંગ ને મળી રહ્યા હતા તે સમયે પાછળથી પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન ત્યાં પહોંચ્યા હતા.

મમનૂન હુસૈને પીએમ મોદી તરફ કર્યો હાથ

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પીએમ મોદીની નજીક પહોચતા તેઓ તરફ હાથ આગળ વધાર્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ પણ સન્માનનો આદર કરતા તરત જ પોતાનો હાથ આગળ વધાર્યો હતો અને સાથે સાથે અંદાજે ૧૦ સેકન્ડ સુધી વાતચીત પણ કરી હતી.

આ પહેલા SCO દેશોના સભ્યોને સંબોધતા પીએમ મોદીએ “SECURE” ની એક નવી પરિભાષા જણાવી હતી. તેઓએ કહ્યું, “S for સિક્યોરિટી ઓફ સિટીજન્સ, E ફોર ઇકોનોમિક ડેવલોપમેન્ટ, C ફોર કનેક્ટિવિટી ઇન ધ રિજિયન, U ફોર યુનિટી, R for રિસ્પેક્ટ સોવારનિટી એન્ડ ઈન્ટીગ્રીટી, E ફોર એન્વાયરમેન્ટ પ્રોટેકશન છે.

PM મોદીએ પડોશી દેશો સાથેની કનેક્ટિવિટી અંગે SCO સભ્ય દેશને કહ્યું કે, “પડોશીઓ સાથે કનેક્ટિવિટી પર ભારત જોર આપી રહ્યું છે, જો કે સુરક્ષા અમારી પ્રાથમિકતા છે”.