ચિંગદાઓ,
શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાન એક સ્થાયી સભ્ય તરીકે શામેલ થઇ રહ્યા છે. ચીનના ચિંગદાઓ શહેર ખાતે યોજાઈ રહેલા ૧૮માં SCO સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
#WATCH Live from China: PM Modi &other leaders at the signing ceremony of #SCO summit https://t.co/xBUEVBOFZ2
— ANI (@ANI) June 10, 2018
પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન આતંકવાદનો મુદ્દો ઉઠાવવાની સાથે સાથે ઈશારા-ઈશારામાં ચીનને સલાહ આપી હતી. સમિટના પ્લેનેટરી સેશનમાં પીએમ મોદીએ જણાવ્યું, આર્થિક વિકાસ, SCO દેશો વચ્ચે એક્તા, સંપ્રભુતા અને કનેક્ટિવિટી પર ભાર મુક્યો હતો.
Plenary session of #SCOSummit2018 underway in China's #Qingdao. PM Narendra Modi and Russian President Vladimir Putin also present pic.twitter.com/8WOivhM8qg
— ANI (@ANI) June 10, 2018
આ કહેતા પીએમ મોદીએ ચીનના મહત્વકાંક્ષી “વન બેલ્ટ વન રોડ” પ્રોજેક્ટ અંગે નિશાન સાધ્યું હતું. નોધનીય છે કે, ચીન આ પ્રોજેક્ટનું પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં નિર્માણ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનનું નામ લઇ પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન
Afghanistan is an unfortunate example of effect of terrorism. I hope the brave steps towards peace taken by President Ghani will be respected by all in the region: PM Narendra Modi at #SCOSummit pic.twitter.com/ZAt7F3lyZF
— ANI (@ANI) June 10, 2018
પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન પર નિશાન સાધતા PM મોદીએ અફઘાનિસ્તાનનું ઉદાહરણ આપ્યું હતું. તેઓએ અફઘાનિસ્તાનમાં શાંતિ મજબૂત કરવાના પ્રયાસો માટે રાષ્ટ્રપતિ અશરફ ગનીની પ્રશંસા કરી હતી અને આશા જતાવી છે કે, તમામ પક્ષો તેઓના કામોની પ્રશંસા અને તરફેણ કરે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિની હાજરીમાં પીએમ મોદીએ જણાવ્યું, “આતંકવાદ અને ચમરપંથના પ્રભાવોનો અફગાનિસ્તાન એક દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ છે.
SCO સભ્ય દેશોને PM મોદીએ આપ્યો “SECURE” મંત્ર
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ “SECURE” ની એક નવી પરિભાષા જણાવી હતી. તેઓએ કહ્યું, “S for સિક્યોરિટી ઓફ સિટીજન્સ, E ફોર ઇકોનોમિક ડેવલોપમેન્ટ, C ફોર કનેક્ટિવિટી ઇન ધ રિજિયન, U ફોર યુનિટી, R for રિસ્પેક્ટ સોવારનિટી એન્ડ ઈન્ટીગ્રીટી, E ફોર એન્વાયરમેન્ટ પ્રોટેકશન છે.
PM મોદીએ પડોશી દેશો સાથેની કનેક્ટિવિટી અંગે SCO સભ્ય દેશને કહ્યું કે, “પડોશીઓ સાથે કનેક્ટિવિટી પર ભારત જોર આપી રહ્યું છે, જો કે સુરક્ષા અમારી પ્રાથમિકતા છે”.
Only 6% of foreign tourists in India are from SCO countries, this can easily be doubled. Increasing awareness of our shared cultures can help boost this number.We will organize a SCO food festival and a Buddhist festival in India: PM Modi at #SCOSummit in China's #Qingdao pic.twitter.com/0D2P8PXcJX
— ANI (@ANI) June 10, 2018
ભારતમાં પર્યટનના ક્ષેત્રને વધારવા અંગે જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “ભારત આવતાં પર્યટકોમાં SCO દેશો માત્ર ૬% જ છે. જેને બમણા કરી શકાય છે. અમારી સંસ્કૃતિઓના પ્રત્યે જાગરૂકતા વધારીને આ સંખ્યા વધારી શકાય છે. અમે ભારતમાં SCOનું એક ફુડ ફેસ્ટિવલ અને બુદ્ધ ફેસ્ટિવલ આયોજિત કરીશું. આપણે ફરી એકવખત એક મંચ પર પહોંચ્યા છીએ જ્યાં ભૌતિક અને ડિઝિટલ સંપર્ક ભૌગોલિક પરિભાષાને બદલે છે. એટલે જ SCO ક્ષેત્રમાં પડોસીઓ સાથેનો સંપર્ક અમારી પ્રાથમિકતા છે.
