Not Set/ આટલા રૂપિયા ખર્ચ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી શકો છો મુલાકાત

નવી દિલ્હી, દેશની ઈ-કોમર્સ કંપનીઓ કે ટ્રાવેલ વેબસાઈટ પર તમને રેફરલ કોડ દ્વારા આપવામાં આવતા મોટા ડિસ્કાઉન્ટની માહિતી મળતી હોય છે. પરંતુ શું જાણો છો, એક પ્રાઈવેટ મોબાઈલ એપ્લીકેશન દ્વારા જનરેટ કરાયેલા રેફરલ કોડ દ્વારા તમે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેસ-ટુ-ફેસ મળી શકો છો. એક તબક્કે આ વાત તમને અચરજ પરમાડે એવી છે, પરંતુ આ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશની ઈ-કોમર્સ કંપનીઓ કે ટ્રાવેલ વેબસાઈટ પર તમને રેફરલ કોડ દ્વારા આપવામાં આવતા મોટા ડિસ્કાઉન્ટની માહિતી મળતી હોય છે. પરંતુ શું જાણો છો, એક પ્રાઈવેટ મોબાઈલ એપ્લીકેશન દ્વારા જનરેટ કરાયેલા રેફરલ કોડ દ્વારા તમે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેસ-ટુ-ફેસ મળી શકો છો.

એક તબક્કે આ વાત તમને અચરજ પરમાડે એવી છે, પરંતુ આ એક સત્ય છે.

નમો એપ પર મળશે રેફરલ કોડ

national-meet-pm narendra-modi-chance-begins-with-rs

નરેન્દ્ર મોદી (નમો) એપ અપર એક નવું ફિચર્સ જોડવામાં આવ્યું છેમ જેના દ્વારા કોઈ પણ રેફરલ કોડ લેવા માટે તમારે ૫ રૂ.થી લઈ ૧૦૦૦ રૂપિયા ભાજપને ડોનેટ કરવા પડશે.

જો કે ત્યારબાદ આ વ્યક્તિએ પોતાના કોન્ટેકટ્સ ઈમેલ, SMS તેમજ વોટ્સએપ દ્વારા મોકલવાનું રહેશે.

આ રીતે પીએમ મોદી સાથે થઇ શકે મુલાકાત

ભાજપોના એક સિનીયર નેતાના જણાવ્યા અનુસાર, “જયારે કોઈ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા રેફરલ કોડ અથવા તો એપ દ્વારા ફંડ ડોનેટ કરનારની લીંકનો ઉપયોગ ૧૦૦ લોકોના કર્યા બાદ તે વ્યક્તિને પ્રધાનમંત્રી સાથે મળવાનો મૌકો મળી શકે છે”.