Sports News : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી ઇંગ્લેન્ડની ટીમ ફેંકાઈ ગઈ છે. પોતાની બન્ને મેચમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તે પ્રથમ ઓસ્ટ્રેલિયા અને બાદમાં અફઘાનિસ્તાન સામે હારી ગઈ હતી. હવે ઈંગ્લેન્ડ તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મુકાબલો ૧ માર્ચે થશે. કેપ્ટન તરીકે જોસ બટલરની આ છેલ્લી મેચ હશે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. ટીમને તેની પહેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આવી સ્થિતિમાં, ટીમ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ઇંગ્લેન્ડના ODI અને T20 કેપ્ટન (વ્હાઇટ બોલ કેપ્ટન) જોસ બટલરે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. તે કેપ્ટન તરીકે પોતાની છેલ્લી મેચ 1 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે રમશે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડના પ્રદર્શનની વાત કરીએ તો, તેમને પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
22 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. તેની બીજી મેચમાં, ઇંગ્લેન્ડની ટીમનો સામનો અફઘાનિસ્તાન સામે થયો. જોસ બટલરના નેતૃત્વ હેઠળની ટીમ પણ અફઘાનિસ્તાન સામે હારી ગઈ.
અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું. સતત બે હાર બાદ, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ 1 માર્ચે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં, બટલર જીત સાથે વિદાય લેવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકા આ મેચ જીતીને 5 પોઈન્ટ સુધી પહોંચવા માંગશે.
જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડની ટીમે 44 ODI મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન ટીમે 18 મેચ જીતી. બટલરની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડની ટીમને 25 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત, એક મેચ અનિર્ણિત રહી.
બટલરે કહ્યું, “હું ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડવા જઈ રહ્યો છું. આ મારા માટે અને ટીમ માટે પણ યોગ્ય નિર્ણય છે. આશા છે કે બ્રેન્ડન મેક્કુલમ સાથે કોઈ બીજો ખેલાડી આવી શકે છે જે ટીમને ત્યાં લઈ જશે જ્યાં તેને રહેવાની જરૂર છે.” બટલર ઇંગ્લેન્ડ માટે રમવાનું ચાલુ રાખશે. તેણે કહ્યું કે તે “ખરેખર મારા ક્રિકેટનો આનંદ માણવા માંગે છે”. “હજુ પણ ઉદાસી અને નિરાશા છે,” તેણે કહ્યું. મને ખાતરી છે કે સમય જતાં તે પસાર થઈ જશે અને હું ખરેખર મારા ક્રિકેટનો આનંદ માણી શકીશ.”
આ પણ વાંચો: અંગ્રેજોએ ક્યારેય આવી દુર્દશાનો સામનો કર્યો નથી, આ બોલરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તબાહી મચાવી
આ પણ વાંચો: અઝહરુદ્દીનને પાછળ છોડીને હવે રાહુલ દ્રવિડનો છોડશે પાછળ, કોહલી બીજો મોટો રેકોર્ડ તોડવાની તૈયારીમાં
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી ત્રીજી ટીમ બહાર, અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને જીત મેળવી
