Kheda News: ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામમાં એક પ્રેમલગ્નના મામલે (Love marriage controvers) તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે. પાટીદાર સમાજની એક દીકરીએ રબારી સમાજના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હોવાનો મુદ્દો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હતા.
Love marriage controvers: અપહરણના આરોપો પર દીકરીની સ્પષ્ટ
આ ઘટના બાદ દીકરીની માતાએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેની હત્યા થઈ હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. સાથે જ, માતાએ એ પણ દાવો કર્યો છે કે દીકરી રોકડ રૂપિયા અને સોનું લઈને ગઈ છે.
પરંતુ આ સમગ્ર મામલે નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે દીકરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો. વીડિયોમાં દીકરીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેણે પોતાની ઇચ્છાથી અને સ્વૈચ્છિક રીતે પ્રેમલગ્ન કર્યા છે અને તેના પર કોઈ દબાણ નથી.આ ઘટનાને લઈને સામાજિક સ્તરે પણ વિવાદ ઊભો થયો છે.
Love marriage controvers: મેં મારી મરજીથી લગ્ન કર્યા
રબારી સમાજ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક પાટીદાર આગેવાનો તેમની સમુદાય પર દબાણ કરી રહ્યા છે.હાલમાં આ મામલો સંવેદનશીલ બની ગયો છે અને બંને સમાજ વચ્ચે તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પોલીસ અથવા સ્થાનિક પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, તે પર સૌની નજર છે.
આ પણ વાંચો:ખેડા કેસમાં સનસની! પાટીદાર દીકરીની હત્યાનો દાવો, રણછોડ રબારી શંકાના ઘેરામાં
આ પણ વાંચો:પ્રેમલગ્ન કરનાર Aarati Sangani સમાજ સામે વીફરી, સમાજનો પણ વળતો પ્રહાર
આ પણ વાંચો:પ્રેમલગ્નો અને મૈત્રી કરારોને લઈ આકરો કાયદો લાવવાની સરકારની તૈયારી
